તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેસ્ટિંગનું હબ:રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સવા વર્ષમાં થયા 2 લાખથી વધુ RT-PCR ટેસ્ટ,દૈનિક 2500થી 3000 રિપોર્ટ થાય છે

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોવીડ હોસ્પિટલનું હદય બની છે માઇક્રોબાયોલોજી વિભાગની ટેસ્ટીંગ લેબ

કોરોનાગ્રસ્ત દર્દી પોઝીટીવ છે કે કેમ તેના સ્પષ્ટ નિદાન માટે RT-PCR ટેસ્ટ રીપોર્ટ અગત્યનો હોય છે.રાજકોટની સિવિલ હોસ્પિલટલના માઈક્રોબાયોલોજી વિભાગમાં આવેલી કોવીડ-19 RT-PCR લેબોરેટરી જાણે કોવીડ હોસ્પિલટલનું હદય હોય તે રીતે સવા વર્ષથી કામ કરી રહી છે.વ્યક્તિને કોરોના પોઝિટિવ આવે કે નેગેટિવ આવે તે રિપોર્ટ આવ્યા બાદ જ ડોક્ટરોની ભૂમિકા શરૂ થાય છે. સચોટ નિદાન આવે તો સારવાર શકય બને અને આ કામ રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં આવેલ માઇક્રોબાયોલોજી વિભાગ ખાતે કાર્યરત RT-PCR લેબોરેટરીના તબીબો અને ટેકનીશ્યન સ્ટાફ જીવના જોખમે કરી રહ્યા છે. જ્યાં દૈનિક 2500થી 3000 રિપોર્ટ થાય છે

સવા વર્ષમાં થયા 2 લાખથી વધુ RT-PCR ટેસ્ટ
રાજકોટની સિવિલની આ લેબ દ્વારા માર્ચ 2020થી અત્યાર સુધીમાં 2,04,072 જેટલા RT-PCR રીપોર્ટ કરવામાં આવ્યા છે. માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા કોરાના અંગેના નમુનાની RT-PCR મેથડથી ચકાસણી થાય છે. ગત વર્ષ દરમ્યાન રાજકોટ શહેર તથા ગ્રામ્ય, ગીરસોમનાથ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાંથી આવતા સેમ્પલોની ચકાસણી કરવામાં આવતી હતી. હાલમાં આ લેબમાં દૈનિક 2500થી 3000 કોરાના અંગેના નમુનાની ચકાસણી કરવામાં આવે છે.

સમગ્ર પ્રકિયામાં 6થી 8 કલાક જેટલો સમય લાગે છે
RT-PCR લેબમાં સેમ્પલનું જુદાજુદા તબકકામાં પૃથ્થકરણ કરવામાં આવે છે. સૌ પ્રથમ વાઇરલ ટ્રાન્સપોર્ટ મીડીયમમાં આવેલ સેમ્પલમાં વાઇરસને લાઇસીસ કરવાની પ્રકિયા કરવામાં આવે છે.ત્યારબાદ વાઇરસમાં રહેલ RNAને અલગ કરવામાં આવે છે.ત્યારબાદ PCR ચેમ્બરમાં અલગ અલગ કરેલ RNAને માસ્ટર મિકસ ચેમ્બરમાં તૈયાર કરેલ રીએજન્ટમાં ઉમેરી COVID-19 વાઇરસ છે કે નહી તે જોવા માટે RT-PCR મશીનમાં 2 કલાક મુકવામાં આવે છે. RT-PCR મશીનમાં ગ્રાફ જોઇને આ વાઇરસની હાજરી છે કે નહી તે જાણી શકાય છે.આ સમગ્ર પ્રક્રીયા પુર્ણ થતા સુધી આશરે 6થી 8 કલાક જેટલો સમય લાગે છે.

હાલમાં કોવીડ -19 ટેસ્ટીંગનું ભારણ ખુબ જ હોય છે
આ સમગ્ર પ્રકીયા માટે બાયો સેફટી કેબીનેટ કલાસ ટુએ, RT-PCR મશીન, માઇનસ 20 ડીગ્રી રેફ્રીજેરેટડ કન્ટ્રીફજ જેવા અતિ આધુનિક સાધનોની જરુર પડે છે પીડીયુ મેડીકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગના ઇન્ચાર્જ પ્રાધ્યાપક અને વડા ડો. જી.યુ.કાવઠીયાના જણાવ્યા અનુસાર હાલમાં કોવીડ -19 ટેસ્ટીંગનું ભારણ ખુબ જ હોય આ લેબમાં ટીચીંગ ફેકલ્ટીઓ, રેસીડેન્ટ ડોકટરો, લેબ ટેકનીશ્યનો, વર્ગ -4ના કર્મચારીઓ તેમજ કોમ્યુટર ઓપરેટરો સહિત સમગ્ર લેબની ટીમ કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...