સૌરાષ્ટ્રમાં પાકતી કસ્તુરીનો પાઉડર વિશ્વના ટોચના દેશોમાં પ્રચલિત બની ગયો છે ત્યારે હાલ વર્ષે દહાડે અંદાજે 60,000 ટનથી પણ વધારે પાઉડરની નિકાસ થવા લાગી છે ત્યારે આ સાલ કન્ટેઇનરના ઊંચા ભાડા અને બળતણનાં ઊંચા ભાવને કારણે સૌરાષ્ટ્ર વિસ્તારના 150થી વધુ ડીહાઇડ્રેશન પ્લાન્ટ પણ મુશ્કેલીમાં આવી ગયા છે. આ બાબતે સરકાર પાસે મદદની ગુહાર પણ લગાવવામાં આવી છે. સફેદ ડુંગળીનું મુખ્ય પીઠુ ગણાતા મહુવા માર્કેટિંગ મથકમાં દર વર્ષે ડુંગળીનું કામકાજ ઉતરોત્તર વધી રહ્યું છે. પાછલા વર્ષે સફેદ ડુંગળીમાં અંદાજ એક કરોડ કટ્ટા અને લાલ ડુંગળીમાં પચાસ લાખ કટ્ટાના કામકાજ સાથે કરોડોનું ટર્નઓવર નોંધાયું હતું.
એક અંદાજ મુજબ અમેરિકા, રશિયા, યુરોપ સહિત વિશ્વના ટોચના દેશોમાં વર્ષે દહાડે સાંઇઠ હજાર ટન પાઉડરની નિકાસ થાય છે. વેપારી સૂત્રો-ખેડૂતો જણાવે છે કે, આ સાલ ડુંગળીમાં ક્વોલિટી બગડી ગઇ છે. બગાડવાળો સ્ટોક વધુ આવી રહ્યો છે. આ સાલ સિઝન મોડી છે.
ડુંગળીના ભાવનું સરવૈયું | ||
સેન્ટર | ભાવ (મણ) | આવક (ગુણી) |
રાજકોટ | 55-225 | 4000 |
ભાવનગર | 100-202 | 14,334 |
ગોંડલ | 26-161 | 14,960 |
તળાજા | 60-163 | 951 |
જસદણ | 70-71 | 4 |
ધોરાજી | 40-111 | 320 |
મોરબી | 100-260 | 65 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.