તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હડતાળ:રાજકોટ જિલ્લાના 125થી વધુ તબીબો અચોક્ક્સ મુદતની હડતાળ પર ઉતર્યા, મેડીકલ સેવા અને રસીકરણની પ્રક્રિયા પ્રભાવિત થશે

3 મહિનો પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલના RMO ડો.સંજય ચાવડા
  • સરકારની હૈયાધારણા બાદ પણ પ્રશ્નોના ઉકેલ ના આવતા હડતાળ પર ઉતર્યા

કોરોનાકાળમાં રાજ્ય સરકાર અને પ્રજાની મુશ્કેલીઓ વધી શકે છે. રાજકોટમાં આજથી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા વર્ગ-1 અને 2ના 125થી વધુ સિનિયર તબીબો અચોક્ક્સ મુદતની હડતાળ પર ઉતર્યા છે. ગુજરાત ઇન-સર્વિસ ડોક્ટર્સ એસોસિએશનના નેજા હેઠળ રાજકોટ જિલ્લાના ઇન-સર્વિસ તબીબીઓની વિવિધ પડતર માંગણીઓ ન સ્વીકારતા આજથી તેઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતારી જતાં જિલ્લામાં મેડિકલ સેવા સહિત રસીકરણની પ્રક્રિયા પ્રભાવિત થશે

પોસ્ટમોર્ટમની કામગીરી પ્રભાવિત થશે.
આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલના RMO ડો.સંજય ચાવડાએ જણાવ્યું હતું કે,પડતર માંગને લઈ સરકાર દ્વારા ખાત્રી આપ્યા બાદ પણ ઉકેલ ન આવતા ઈન-સર્વિસ તબીબો આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. જેમાં રાજકોટ શહેરની વાત કરીએ તો સિવિલ હોસ્પિટલ અને પદ્મકુંવરબા હોસ્પિટલના વર્ગ-2ના 56 તબીબો હડતાળ પર ઉતર્યા છે. આ ઈન-સર્વિસ તબીબોની હડતાળને પગલે પોસ્ટમોર્ટમ તેમજ સર્ટીફિકેટ સહિતની કામગીરી પ્રભાવિત થશે.ઈન-સર્વિસ તબીબોને કેન્દ્રના સાતમાં પગાર પંચ મુજબ એન.પી.એ. આપવુ અને એન.પી.એ.ને પગાર ગણી તમામ લાભો અેન.પી.એ. પર આપવા. કેન્દ્રના ધોરણે તબીબી અધિકારીઓને વેતન, અનુસ્નાતક અભ્યાસ માટે 25 ટકા અનામત બેઠકો અને ખાલી જગ્યાઓ પર સમયસર બઢતી સહિતની અમારી માંગ છે.

સરકારની હૈયાધારણા બાદ પણ પ્રશ્નોના ઉકેલ ના આવતા હડતાળ પર ઉતર્યા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં હાલ રસીકરણની પ્રક્રિયા અટકી પડવાની સંભવન છે. રાજ્યમાં ફરજ બજાવતા ઇન સર્વિસ તબીબોનાં વ્યાજબી પ્રશ્નો અને માંગણીઓનાં ઉકેલ માટે પરિવાર કલ્યાણ વિભાગનાં અગસચિવની અધ્યક્ષતામાં 18-5-2021 અને તા. 31-5-2021નાં એસોસિએશનની બેઠક મળી હતી, જેમાં નિર્ણય લેવામાં આવેલ કે ટૂંક સમયમાં ઇન સર્વિસ તબીબોનાં પશ્નો અનેે માંગણીઓનાં ઉકેલના આદેશો કરવામાં આવશે. સરકારની આ હૈયાધારણા બાદ પણ પ્રશ્નોના ઉકેલ ના આવતા અમે હડતાળ પર ઉતર્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...