કોરોનાવાઈરસ:યુક્રેનમાં સૌરાષ્ટ્રના 1000થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા, ઈ-મેલથી સરકારને જાણ કરાઈ

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હોસ્ટેલમાં માસ્ક કે ભોજનની સુવિધા પણ નથી

યુક્રેન અભ્યાસ કરવા માટે સૌરાષ્ટ્રમાંથી ગયેલા અંદાજે 1000થી વધુ વિદ્યાર્થીઓ છેલ્લા બે માસથી ત્યાં ભારે મુશ્કેલી સહન કરી રહ્યા છે. યુક્રેનના ઓડેસા શહેરમાંથી દિવ્ય ભાસ્કર સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા મૂળ જૂનાગઢના મોહિત અભાણીએ જણાવ્યું હતું કે, વંદે માતરમ યોજનાથી ફ્લાઇટ શરૂ થઇ છે, પરંતુ પૂરતી ફલાઇટ મળતી નથી. ગુજરાત આવવા માટે માત્રે એક ફ્લાઇટ છે અને તે 29 મેના ઉપડે છે. અહીંની સમસ્યા અંગે કેન્દ્રીય મંત્રી માંડવિયા અને  રાજ્યના મુખ્યમંત્રી સહિતના અધિકારીઓને ઇ-મેલ કરી અમને અહીંથી બહાર કાઢવા વિનંતી કરી છે. ઼

કેન્દ્ર અને રાજ્ય સરકારને આ અંગે ઈ-મેલથી રજૂઆત કરાઈ
યુક્રેનમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ ઓડેસા શહેરમાં નોંધાયા છે. અહીં ઓડેસા નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં એમ.બી.બી.એ.માં જૂનાગઢ, ઉપલેટા, રાજકોટ સહિતના શહેર અને જિલ્લામાંથી અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ ગયા છે. છેલ્લા બે માસથી યુક્રેનમાં તમામ ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા છે. ભારત સરકારે વંદે માતરમ યોજના હેઠળ ફ્લાઇટ શરૂ કરી છે, પરંતુ પૂરતી ફ્લાઇટ નહીં હોવાથી મુશ્કેલી થઇ રહી છે. બીજી તરફ યુક્રેન સરકારે મેડિકલની કેાઇ સુવિધા આપી નથી. માસ્ક, સેનિટાઇઝર સહિતની કોઇ સુવિધા નથી. હોસ્ટેલમાં જમવાની પણ યોગ્ય વ્યવસ્થા નથી. મોહિત અભાણી અને હર્ષ રાબડિયાએ જણાવ્યું હતું કે, યુક્રેનમાં ભારતીય એમ્બેસીમાં રજૂઆત કરતા તેમણે કહ્યું કે, વ્યવસ્થા થશે ત્યારે વતન જવા મળશે ત્યાં સુધી જ્યાં છો ત્યાં જ રહો. કેન્દ્ર અને રાજ્ય સરકારને આ અંગે ઈ-મેલથી રજૂઆત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...