તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુસાફરોને રાહત:એસ.ટીને રાત્રી કર્ફ્યૂમાંથી મુક્ત કરતા નવા 100થી વધુ રૂટ શરૂ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર, જામનગર સહિતના રૂટની બસ સવારે 4 વાગ્યાથી દોડશે

રાજ્યભરમાં કોરોનાના કેસ ઘટતા એસ.ટી પરિવહનને નાઈટ કર્ફ્યૂમાંથી મુક્તિ આપવામાં આવી છે. હવેથી રાજ્યના દરેક શહેરમાં એસ.ટી બસ છેક એસ.ટી ડેપો સુધી જશે. રાજકોટથી ઉપડતી જુદા જુદા અંદાજે 100થી વધુ રૂટની બસ ફરી શરૂ કરવામાં આવી છે.

રાજકોટથી અમદાવાદ, ભાવનગર, જામનગર સહિતના રૂટ પર હવે વહેલી સવારે 4 વાગ્યાથી બસ દોડાવાશે. કોરોનાની મહામારીને લીધે રાત્રિ કર્ફ્યૂ દરમિયાન બહારગામથી આવતી એસટી બસ રાજકોટના સીમાડા સુધી જ આવતી હતી. ગોંડલ ચોકડી, માધાપર ચોકડી અને ગ્રીનલેન્ડ ચોકડીએ એસટી બસ રાત્રિ દરમિયાન મુસાફરોને ઉતારી દેતી હતી. અલબત્ત રાત્રી કર્ફ્યૂથી એસટી બસને મુક્તિ આપવામાં આવતા હવેથી બહારગામની તમામ એસટી બસ રાત્રિ દરમિયાન રાજકોટના એસટી ડેપો સુધી આવશે. તેથી બહારગામના મુસાફરોને તકલીફ નહીં પડે.

રાજકોટ એસ.ટી ડેપોના અધિકારી જણાવે છે કે, અમદાવાદ માટે સવારે 4 વાગ્યાથી, જામનગર માટે સવારે 5 વાગ્યાથી, મોરબી માટે સવારે 05.30 વાગ્યાથી, જૂનાગઢ માટે સવારે 5 વાગ્યાથી, કાલાવડ માટે સવારે 03.30 વાગ્યાથી, ભુજ માટે સવારે 5 વાગ્યાથી, ભાવનગર તરફ માટે સવારે 5 વાગ્યાથી, અમરેલી તરફ માટે પણ સવારે 5 વાગ્યાથી, બરોડા જવા માટે સવારે 4.30 વાગ્યાથી વાહનો મળી રહેશે. છૂટછાટ મળતા જામનગર તરફની 18 જેટલી એસ.ટી બસ, અમદાવાદ તરફની 28 બસ, બરોડા, સુરત તરફની 14 જેટલી બસ, મોરબી તરફની 16 જેટલી બસ, કાલાવડ તરફની 9 બસ, ભાવનગર, અમરેલી તરફની 6થી 8 જેટલી બસનો વધારો થશે.

અન્ય સમાચારો પણ છે...