પાણીની સમસ્યા:જિ.પં.ની હેલ્પલાઈનમાં 5 દી’માં 100થી વધુ ફરિયાદ

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોડ, રસ્તા અને પાણીની સૌથી વધુ સમસ્યા

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને સરકારી કામોમાં મુશ્કેલી ન પડે અને ઘેરબેઠા ફરિયાદનું નિરાકરણ આવે તે માટે જિલ્લા પંચાયત દ્વારા વોટ્સએપ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. જોકે હેલ્પલાઈન શરૂ થયાને હજુ 5 દિવસ જ થયા છે. ત્યાં 100થી વધુ ફરિયાદ આવી છે. જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી લોકોએ પોતાના પ્રશ્નો મોકલ્યાં છે.

જેમાં સૌથી વધુ રોડ-રસ્તાના પ્રશ્નો આવ્યાં છે.ગામડાંઓના સામાન્ય પ્રશ્નોના નિરાકરણ માટે પણ લોકોને જિલ્લા પંચાયત સુધી ધક્કા ખાવા પડતાં હોય છે. જોકે લોકોની આ મુશ્કેલીને જોતા રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વોટ્સએપ હેલ્પલાઇનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં +91 281 247 7008 હેલ્પલાઈનથી અરજદાર ઘેરબેઠા ફરિયાદ નોંધાવી રહ્યાં છે.

જે તે વિભાગને ફરિયાદ સોંપવામાં આવે છે
વોટ્સએપ પર આવેલ લોકોની ફરિયાદો બાદ તેની તપાસ કરવામાં આવે છે અને ફરિયાદ જે વિભાગની હોય તેને સોંપવામાં આવે છે. બાદમાં જે કોઈ પ્રશ્ન હોય તેનું નિરાકરણ ક્યારે આવશે? તે અંગે અરજદારને જાણ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...