એજ્યુકેશન:યુનિવર્સિટીમાં 1 હજારથી વધુ ખેલાડીઓ આજે દોડ લગાવશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 50મા વાર્ષિક ખેલકૂદ મહોત્સવનો પ્રારંભ: દોડ, કૂદ, હર્ડલ્સ સહિતની સ્પર્ધાઓ યોજાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 50મા વાર્ષિક ખેલકૂદ મહોત્સવનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. સરદાર પટેલ સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે આજથી શરૂ થનારા આ મહોત્સવમાં જુદી જુદી સ્પર્ધાઓમાં 1 હજારથી વધુ ખેલાડીઓ ભાગ લેવાના છે. 100 મીટરથી લઈને 10 હજાર મીટર સુધીની દોડ, કૂદ અને હર્ડલ્સ સહિતની જુદી જુદી સ્પર્ધાઓમાં ખેલાડીઓ પોતાનું કૌશલ્ય બતાવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સોમવારથી 50મા વાર્ષિક મહોત્સવનું ઉદ્ઘાટન સવારે 8.15 કલાકે રાખવામાં આવ્યું છે. ઉદ્ઘાટન કાર્યક્રમમાં આઈઓસીએલના ડે.જનરલ મેનેજર એચ. એસ. રાય ઉપસ્થિત રહેશે. કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણીના અધ્યક્ષ સ્થાને તથા ઉપકુલપતિ વિજયભાઈ દેસાણીની ઉપસ્થિતિ વચ્ચે ખેલકૂદ મહોત્સવનું ઉદ્ઘાટન કરાશે. 20મીએ પ્રથમ દિવસે સવારે 7 વાગ્યાના સેશનમાં 10 હજાર મીટર દોડ, 800 મીટર દોડ (ભાઈઓ-બહેનો), વાંસકૂદ (ભાઈઓ), બરછી ફેંક (ભાઈઓ-બહેનો), 100 મીટર દોડ (ભાઈઓ-બહેનો), લાંબી કૂદ (ભાઈઓ-બહેનો) 4×100 મીટર રિલે (ભાઈઓ-બહેનો) યોજાશે.

જ્યારે બપોરે 1.30 વાગ્યાના સેશનમાં 400 મીટર હર્ડલ્સ (ભાઈઓ-બહેનો), 100 મીટર દોડ (ભાઈઓ-બહેનો), ગોળાફેંક (ભાઈઓ-બહેનો), 200 મીટર દોડ, ઊંચી કૂદ, હથોડા ફેંક, લંગડી ફાળ કૂદ (બહેનો), 4×400 મીટર રિલે સ્પર્ધા યોજાશે.

અન્ય સમાચારો પણ છે...