રેલવે એસ.ઓ.જી. ની કાર્યવાહી:મુંબઈથી મોકલેલું 1 કરોડથી વધુનું સોનું રાજકોટના વેપારીને મળે તે પહેલાં જપ્ત

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આંગડિયા પેઢીમાં સોનું મોકલવામાં આવ્યું હતું, રેલવે પોલીસે પકડી પાડ્યું

ચૂંટણીના અનુસંધાને હાલમાં આંગડિયા પેઢીમાં સોના-રોકડની થતી હેરફેર પર નજર રાખવામાં આવી છે. ગેરકાયદેસર રીતે થતા વ્યવહારોને પકડી લેવા માટે આઈટી વિભાગે ખાસ સ્ક્વોડની રચના કરી છે. શનિવારે રાજકોટ રેલવે સ્ટેશનેથી રૂ. 1 કરોડથી વધુનું સોનું રેલવે એસ.ઓ.જી.એ પકડી પાડ્યું છે. આ સોનું મુંબઈથી રાજકોટ આવ્યું હતું. સોની વેપારીને કબજો સોંપવામાં આવે તે પહેલા જ તેને પકડી લેવામાં આવ્યું છે અને આ અંગેની જાણ આવકવેરા વિભાગને કરી છે. આ સોનું ઓખા-મુંબઈ ટ્રેનમાં આવ્યું હતું. જેમાં 1.35 કરોડના સોનાના 21 બિસ્કિટ અને 300 ગ્રામ ઘરેણાં હોવાનું જાણવા મળ્યું છે.

આવકવેરાએ સોનાનો કબજો લઈને આગળની તપાસ હાથ ધરી છે. સોનું મોકલનારની પૂછપરછ કરવામાં આવી હતી. જોકે તેને એક જ રટણ ચાલુ રાખ્યું હતું અને જણાવ્યું હતું કે, આ સોનું મુંબઇથી મોકલવામાં આવ્યું છે અને રાજકોટના વેપારીને પહોંચાડવાનું છે. આવકવેરા વિભાગે સોનું સીઝ કર્યાની ચર્ચા સોની બજારમાં આખો દિવસ ચાલુ રહી હતી. પ્રાથમિક તપાસમાં એવું ખુલ્યું છે કે, કુલ ત્રણ પાર્સલ આવ્યા છે. જેમાં એકમાં સોનું, બાકી અન્ય પાર્સલમાં ચાંદી અને રોકડ હોવાની આંશકા દર્શાવાઈ રહી છે. આવકવેરા વિભાગે જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરશે.

જેને આ પાર્સલ મોકલ્યું છે અને જેને પહોંચાડવાનું હતુ એ બન્નેની તપાસ કરવામાં આવી રહી છે. માલિક પાસેથી દસ્તાવેજો માગવામાં આવશે. જો આ સોનું અને રોકડ કાયદેસર હશે તો રિલીઝ કરી દેવામાં આવશે અન્યથા સોનું કબજે કરાશે. ગત ચૂંટણી દરમિયાન પણ એરપોર્ટ પરથી સોનું કબજે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ફરી ચૂંટણીની જાહેરાત બાદ લાગુ થયેલી આચારસંહિતા દરમિયાન સોનું મળી આવ્યું છે. મુંબઈની લક્ષ્મીનારાયણ આંગડિયા પેઢીમાં આ સોનું આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...