ખેડૂત આંદોલન:ગુજરાતથી આજે 80 ખેડૂતો દિલ્હી ખેડૂત આંદોલનમાં પહોંચ્યા, કડકડતી ઠંડીમાં ટેન્ટમાં બેસી ગુજરાતી ગીતો ગાયા, ગરબે ઘૂમ્યા, 10 હજાર ખેડૂતોને લાવવા તખ્તો ઘડાય રહ્યો છે

રાજકોટએક વર્ષ પહેલા
દિલ્હી ખેડૂત આંદોલનમાં ગુજરાતથી પહોંચેલા ખેડૂતો રાસ-ગરબે ઘૂમ્યા - Divya Bhaskar
દિલ્હી ખેડૂત આંદોલનમાં ગુજરાતથી પહોંચેલા ખેડૂતો રાસ-ગરબે ઘૂમ્યા
  • કૃષિ બિલ રદ કરવા દિલ્હી સિંધુ બોર્ડર પર ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે
  • ગુજરાતી ખેડૂતોએ સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો

કૃષિ બિલના વિરોધમાં દિલ્હી સિંધુ બોર્ડર પર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતથી ખેડૂતો દિલ્હી ન પહોંચે તે માટે સરકાર દ્વારા તંત્રને એલર્ટ કરી દીધું છે. તેમ છતાં પણ ગુજરાતી ખેડૂતો વેશપલ્ટો કે છૂપી રીતે કોઈને કોઈ બહાના આપી દિલ્હી ખેડૂત આંદોલનમાં જોડાઈ રહ્યાં છે. ગઈકાલે 200 ખેડૂતો રાજસ્થાનથી દિલ્હી પહોંચ્યા હતા. ત્યારે આજે વધુ 80 ખેડૂતો ખેડૂત આંદોલનમાં પહોંચી ગયા છે. કડકડતી ઠંડીમાં ગુજરાતી ખેડૂતો ટેન્ટમાં બેસી ગુજરાતી ગીતો ગાય મનોરંજન મેળવી રહ્યાં છે. તેમજ છાવણીમાં રાસ- ગરબે રમી રહ્યાં છે. દિલ્હીમાં ગુજરાતથી 10 હજાર ખેડૂતોને લાવવા માટે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા તખ્તો ઘડવામાં આવી રહ્યો છે.

કડકડતી ઠંડીમાં ટેન્ટમાં બેસી ગુજરાતના ખેડૂતોએ ગુજરાતી ગીતો ગાયા
કડકડતી ઠંડીમાં ટેન્ટમાં બેસી ગુજરાતના ખેડૂતોએ ગુજરાતી ગીતો ગાયા

ગુજરાતથી મહિલાઓ પણ ખેડૂત આંદોલનમાં જોડાઈ
ખેડૂત આંદોલનમાં ગુજરાતથી માલધારી મહિલાઓ પણ જોડાઈ છે. ખેડૂતો કડકડતી ઠંડી વચ્ચે ટેન્ટમાં ગુજરાતી ગીતો ગાય મનોરંજર માણી રહ્યાં છે. ગુજરાત કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલિયા સહિત ગુજરાતથી ગયેલા ખેડૂતો ગરબે ઘૂમ્યા હતા. કૃષિ બિલ રદ કરવાની માંગ સાથે ખેડૂતો દિલ્હીમાં સિંધુ બોર્ડર પર આંદોલન કરી રહ્યાં છે. તેમજ ગુજરાત કિસાન સંઘર્ષ સિમિતિ દ્વારા હજુ ગુજરાતથી 10 હજાર ખેડૂતો આંદોલનમાં પહોંચે તેવો તખ્તો ઘડવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્રના ધરતીપુત્રો દિલ્હીના ખેડૂત આંદોલનમાં, લંગરમાં આપે છે સેવા, કહ્યું- અહીં ધનિકો પગ દબાવવા આવે છે, છ મહિના આંદોલન ચાલે તોપણ વાંધો નહીં આવે

સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા
સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા

ગુજરાતી ખેડૂતોએ સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો
ગુજરાતથી ખેડૂત આંદોલનમાં પહોંચેલા ખેડૂતોએ સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યા હતા. તેમજ હિન્દીમાં પણ ગીતો ગાય ખેડૂતોએ સરકારને ચેતી જવા જણાવ્યું હતું. ખેડૂત આંદોલનમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ત્યારે ગુજરાતથી પણ ખેડૂતો દિલ્હી તરફ કુચ કરી રહ્યાં છે. ગુજરાતથી વધુને વધુ ખેડૂતો દિલ્હી પહોંચે તે માટે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.