તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુરાવાની ખાતરી:મોરબીના ઉદ્યોગકારોએ કરચોરી માટે મજૂરોના પાન-આધાર લીધા, બોગસ પેઢીની ટેક્સચોરી પકડવા માટે CGSTએ મોબાઈલનો ફોરેન્સિક રિપોર્ટ કઢાવવો પડ્યો

રાજકોટ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

એસ.જી.એસ.ટી.એ મોરબી અને અમદાવાદમાંથી રૂ. 22.49 કરોડની ટેક્સચોરી પકડી પાડી છે. તેની સાથે કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે. મોરબીમાં ટેક્સચોરી કરનાર માસ્ટર માઈન્ડની પૂછપરછમાં તેઓએ ટેક્સચોરી કરી હોવાની કબૂલાત આપી છે. એસ.જી.એસ.ટી.ની તપાસમાં જાણવા મળ્યું છે કે, મોરબીના કિશન અઘારા, ધવલ ફૂલતરિયા, ધ્રુવ વારનેશિયાએ મજૂરોના પાન અને આધાર લઇ લીધા હતા. જેના આધારે બોગસ પેઢી ખોલી હતી. તેમજ બિલ બનાવ્યા વગર મોટી રકમની ટેક્સચોરી કરતા હતા. વધુમાં તમામ ટેક્સચોરીનો ડેટા મોબાઈલમાં હોવાથી એસ.જી.એસ.ટી.ની ટીમે મોબાઈલ કબજે કરીને મોબાઈલ ફોરેન્સિક રિપોર્ટ માટે મોકલ્યો હતો.

વધુમાં તપાસમાં ખુલ્યું છે મોરબીના કિશન અધારા, ધ્રુવ વારનેશિયા, ધવલ ફૂલતરિયા અને અવિનાશ માકાસણા મોરબીમાંથી લોકલ ખરીદી કરતા હતા અને આ ખરીદેલો માલ તેઓ ટ્રક મારફતે બીજા રાજ્યમાં મોકલતા હતા. આ સમગ્ર ચોરીનો પર્દાફાશ મોબાઈલ સ્ક્વોડની તપાસ દરમિયાન થયો છે.

મોબાઈલ સ્ક્વોડે સામખિયાળી ખાતે મોરબીથી રવાના થયેલી ટ્રક રોકી બિલ તથા માલ રવાનગીના પુરાવાની ચકાસણી કરતા પૂરતા પુરાવા હતા નહીં. અને જે પેઢીના નામે બિલ હતા તે શંકાસ્પદ હતા. તેથી વાહનો કબજે કરવામાં આવ્યા હતા. પોતાના વાહનો કબજે કરાયા હોવાની ખબર પડતા અવિનાશ માકાસણા વાહનો છોડાવવા માટે આવ્યા હતા અને તેની પૂછપરછ કરવામાં આવતા તેને પોતાના અન્ય ત્રણ સાથીઓના નામની કબૂલાત આપી હતી. અને ત્યારબાદ કિશન અધારા, ધ્રુવ વારનેશિયા,ધવલ ફૂલતરિયાના સ્થળ પર સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ટેક્સચોરીની માહિતી મેળવવા માટે જીએસટીની ટીમને એક દિવસનો સમય લાગ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો