તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પેટાચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં ભંગાણ:કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરે એ પહેલાં જ મોરબી જિલ્લા પંચાયતના કોંગ્રેસના પ્રમુખે ભાજપનો ખેસ ધારણ કર્યો, ભાજપના નેતાઓ સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા

મોરબી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોરબી જિલ્લા પંચાયતના કોંગ્રેસના પ્રમુખે ભાજપનો ખેસ ધારણ કર્યો
  • જિલ્લા કોંગ્રેસપ્રમુખ અને હાર્દિક પટેલે રૂપિયાનો વહીવટ કરી ટિકિટ વહેંચણી કર્યાનો ભાજપમાં ભળનાર કિશોર ચીખલિયાનો આક્ષેપ

મોરબીની પેટા ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બન્ને પક્ષ દ્વારા પોતાના ઉમેદવાર જાહેર કર્યા બાદ આજે ગુરુવારે ફોર્મ ભરવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ થયું છે. મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યની ટિકિટના પ્રબળ દાવેદાર કિશોર ચીખલિયાએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. આ કાર્યક્રમમાં ભાજપના નેતાઓને કોરોનાની ગાઈડલાઈન્સ લાગુ પડતી ન હોય તેવો ઘાટ સર્જાયો હતો. ભાજપના નેતાઓએ કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા હતા.

ભાજપના કાર્યકરોનો મેળાવડો જામ્યો હતો.
ભાજપના કાર્યકરોનો મેળાવડો જામ્યો હતો.

કિશોર ચીખલિયાએ ભાજપનો ખેસ ધારણ કરતાં રાજકારણમાં ગરમાવો
કોંગ્રેસ-ભાજપ બન્ને પક્ષના ઉમેદવારો આજે ફોર્મ ભરે એ પૂર્વે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલિયા ભાજપમાં જોડાયા છે. ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલિયાએ ભાજપમાં વિધિવત્ પ્રવેશ કર્યો હતો. મોરબીના પ્રભારી મંત્રી સૌરભ પટેલ, આઈ. કે. જાડેજા, મોહન કુંડારિયા, કાંતિલાલ અમૃતિયા, બ્રિજેશ મેરજા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલિયાએ ભગવો ખેસ ધારણ કરતાં રાજકીય માહોલ ગરમાયો છે.

મોરબીમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટનમાં ભાજપના કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા.
મોરબીમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટનમાં ભાજપના કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા.

પોતાની સાથે કોંગ્રેસે અન્યાય કર્યો હોવાનો કિશોર ચીખલિયાનો આક્ષેપ
કિશોર ચીખલિયા ભાજપમાં જોડાતાં જ મોરબી જિલ્લા કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે. આવનારા દિવસોમાં કોંગ્રેસમાં વધુ ભંગાણ પડી શકે છે એવું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. જેમાં જિલ્લા પંચાયતના સદસ્યો અને મોરબી પાલિકાપ્રમુખ, તેમજ અમુક કોંગી નગરસેવકો પણ ભાજપનો ખેસ ધારણ કરે તેવી શક્યતા છે. ભાજપમાં જોડાયા બાદ કિશોર ચીખલિયાએ આક્ષેપ કર્યો હતો કે પોતે કોંગ્રેસના પાયાના કાર્યકર છે. 15 વર્ષથી પક્ષને આગળ લાવવા મથી રહ્યા છે. જોકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત કગથરા અને કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે રૂપિયાનો વહીવટ કરી છેલ્લાં 10 વર્ષ કરતાં વધારે સમયથી પાર્ટીમાં ગુમ હોવા છતાં તેમને ટિકિટ આપી હતી. અને તેઓની સાથે અન્યાય કરતાં તેઓ ભાજપની વિચારધારા સાથે જોડાયા છે.

(કિશન પરમાર, મોરબી)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો