તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ માટે ધનસંગ્રહ અભિયાન આગામી તારીખ 15 જાન્યુઆરીથી શરૂ કરાશે જે 27 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ ધનસંગ્રહ અભિયાનમાં સૌરાષ્ટ્રના 6375 ગામડાઓમાંથી 40 લાખ પરિવારનો સંપર્ક કરી ફંડ ઉઘરાવાશે, પરંતુ રાજકોટ અને સૌરાષ્ટ્રના કેટલાક ધાર્મિક સંપ્રદાયના સંતોએ અત્યારથી જ દાનની સરવાણી વહાવી છે. અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિર નિર્માણ માટે જાણીતા કથાકાર મોરારિબાપુ રૂ.10 કરોડ, છારોડી ગુરુકુળ રૂ.51 લાખ અને ઇડરના વડિયાવીરના બિલેશ્વર મહાદેવ મંદિરના મહંત શાંતિગીરી મહારાજ રૂ. 25 લાખનું દાન કરવાની જાહેરાત કરી દીધી હોવાનું વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ જણાવ્યું છે. સૌરાષ્ટ્રના જાણીતા ઉદ્યોગપતિ, કંડલા પોર્ટના ઉદ્યોગપતિઓએ પણ કરોડો રૂપિયાનું દાન આપવાની તૈયારી દર્શાવી છે.
મંદિર આશરે 1500 કરોડના ખર્ચે બનાવાશે
વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાતના ક્ષેત્રિય મહામંત્રી અશોકભાઈ રાવલે જણાવ્યું હતું કે, હાલ અયોધ્યામાં મંદિરનું આશરે 200 ફૂટનું બાંધકામ કરી દેવાયું છે. સંભવત 2023માં અયોધ્યામાં શ્રીરામ મંદિર તૈયાર થશે અને આ મંદિર આશરે 1500 કરોડના ખર્ચે બનાવાશે. અયોધ્યામાં રામમંદિર ઉપરાંત કેન્દ્ર સરકાર અન્ય પણ વિકાસના કામો કરશે. આગામી તારીખ 15 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી આ અભિયાન ચાલશે. આ માટે જુદી જુદી કમિટીઓની પણ રચના કરવામાં આવી છે. દરેક સંતોને જિલ્લા પ્રમાણે જવાબદારીની વહેંચણી કરવામાં આવી છે.
જિલ્લામાં સંતોની બેઠક યોજાશે
વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઘેર ઘેર જઈ લોકોનો સંપર્ક કરશે જેમાં રૂ.10ની રકમ ઓછામાં ઓછી નક્કી કરવામાં આવી છે અને પરિવાર દીઠ રૂ.100ની ધનરાશિ આપવા આહ્વાન કરાયું છે. અયોધ્યામાં શ્રીરામ મંદિર નિર્માણમાં દરેક ધાર્મિક સંસ્થાઓ દાનની સાથે સ્વયંસેવકોનો પણ સહયોગ આપશે જેથી સૌરાષ્ટ્રના ગામેગામ ફંડ એકત્રિત કરવામાં મદદરૂપ થઇ શકે. આ અભિયાન માટે હિસાબ સમિતિ, મીડિયા-સાહિત્ય, પ્રસાર સમિતિ બનાવાઈ છે. 5 જાન્યુઆરી સુધી પ્રત્યેક જિલ્લામાં સંતોની બેઠકો યોજાશે જેમાં અભિયાનની રૂપરેખા બનાવાશે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.