તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:સૌરાષ્ટ્રમાં 18 જૂનથી ચોમાસું ફરી સક્રિય થશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પવનને કારણે બંધાયેલા વાદળો વિખેરાઈ ગયા
  • વેસ્ટર્ન વિન્ડ મજબૂત થતાં ચોમાસું ગતિ પકડશે

પવનથી બંધાયેલા વાદળો વિખેરાઈ રહ્યા છે તો બીજી બાજુ અરબી સમુદ્રના પવનો નબળા પડ્યા છે. પવનને કારણે હાલ ચોમાસાની સિસ્ટમ ધીમી પડી છે. વેસ્ટર્નલી વિન્ડ મજબૂત થતાની સાથે જ ચોમાસું ફરી સક્રિય બનશે. 18 જૂનથી ચોમાસું ફરી મજબૂત બનવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

વધુમાં હવામાન ખાતાના જણાવ્યાનુસાર દર વર્ષે ચોમાસાની પેટર્નમાં બદલાવ જોવા મળે છે. જ્યારે અલનીનોની અસર આવે ત્યારે જે વાદળો બંધાતા હોય તે બંધાઈ શકે નહિ. અરેબિયન સમુદ્રની સિસ્ટમ છે તે સુરત સુધી આવીને નોર્મલ થઇ જાય છે. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ અને ગરમીને કારણે અસહ્ય બફારો અનુભવાઈ છે. જ્યાં સીબી ફોર્મેશન હશે ત્યાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાંજના સમયે પવન નીકળતો હોવાને કારણે બંધાયેલા વાદળો વિખેરાઈ રહ્યા છે.

રવિવારે લઘુતમ તાપમાન 28.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 71 ટકા રહ્યું હતું. બપોરે મહત્તમ તાપમાન 36.4 ડિગ્રી રહ્યું હતું. પવનની ઝડપ 26 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી. બે દિવસમાં બે ડિગ્રી તાપમાન ઘટ્યું છે. હવામાન ખાતાની આગાહી મુજબ જૂન માસમાં 4 થી 5 ઈંચ વાવણી લાયક વરસાદ પડશે અને સૌરાષ્ટ્રમાં 36 ઈંચ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ વરસ 16 આની રહે તેવા સંકેત વર્તાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...