તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:સૌરાષ્ટ્રમાં વરસવા માટે ચોમાસું ઢુંકળું ; અસહ્ય બફારો

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સૌરાષ્ટ્રમાં પ્રિમોનસુન એક્ટિવીટી શરૂ, હળવા ઝાપટાંની સંભાવના

હવામાનમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે, ત્યારે ચોમાસું હાલ કેરળમાં ઓનસેટ થઇ ચૂક્યું છે, ત્યારે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી 16 થી 17 જૂન વચ્ચે ગુજરાતમાં વરસાદ આવશે તેવી આગાહી પણ કરવામાં આવી છે. જો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ સક્રિય ન થાય તો વરસાદ આગળ-પાછળ થઇ શકે છે, અન્યથા નિયત સમયે ચોમાસું ગુજરાતમાં આવશે. વધુમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થતા સાંજના સમયે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે. તો ક્યાંક છૂટાછવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે, પરંતુ બફારામાં થોડા અંશે વધારો થઇ શકશે.

મહત્તમ તાપમાન અંગે વિભાગે જણાવ્યું હતું કે, હજુ પણ પારો 42 ડિગ્રી સુધી પહોંચી શકશે. કાંઠાળ વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો થશે, સામે બફારાનું પ્રમાણ પણ વધશે. એટલુ જ નહીં, સાંજના સમયે દરિયાઈ પવન વહેતા ઠંડકની અનુભૂતિ પણ થશે. આ તકે શુક્રવાર શહેરનું મહતમ તાપમાન 40.1 ડિગ્રી અને ન્યુનતમ તાપમાન 27.1 ડિગ્રી નોંધાયું હતું. સામે સવારના સમયે હવામાં ભેજનું પ્રમાણ 68 ટકા અને સાંજના સમયે 36 ટકા જોવા મળ્યું હતું. ત્યારે રાજકોટ શહેરમાં બપોરનું તાપમાન પણ 37.8 ડિગ્રી નોંધાયું હતું.

દિધડિયા પંથકમાં કરા સાથે વરસાદ હળવદ તાલુકાના દિઘડિયા, ભલગામડા સહિતના વિસ્તારોમાં બપોર બાદ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું , મોરબી જિલ્લાના હળવદ તાલુકાના દિઘડિયા, ભલગામડા સાપકડા, સુસવાવ, ધનાળા, ચુપણી સહિતના ગામોમાં શુક્રવારે બપોર બાદ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. દિઘડિયા પંથકમાં કરા સાથે વરસાદનું આગમન થયું હતું અને લોકોને ગરમીમાં રાહત મળતાં આનંદની લાગણી છવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...