તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણ:દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ્યું, સૌરાષ્ટ્રમાં હળવો-ભારે વરસાદ પડશે

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દક્ષિણ-પશ્ચિમી પવન તીવ્ર બનતા નૈઋત્યનું ચોમાસું આગળ વધ્યું
  • રાજકોટ શહેરનું મહત્તમ તાપમાન 38.7 ડિગ્રી નોંધાયું

દિન-પ્રતિદિન હવામાન અને વાતાવરણમાં સતત બદલાવના પગલે દક્ષિણ-પશ્ચિમી પવન અત્યંત તીવ્ર બનતા નૈઋત્યનું ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું. આ તકે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 13 તારીખ સુધી અનેક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી તીવ્ર બનશે. ત્યારે ગુરુવારના રોજ લોધિકા પંથક અને જસદણ પંથકમાં દોઢ ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. ત્યારે આગામી 4 થી 5 દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેર નહિ આવે અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ પણ સર્જાશે.

વધુમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ભાવનગર,ગીર-સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે.બીજી તરફ રાજકોટ શહેરનું ગુરુવારનું મહત્તમ તાપમાન 38.7 ડિગ્રી નોંધાયું હતું અને સાંજના સમયે 28.7 ડિગ્રી તાપમાન રહ્યું હતું. સામે હવામાં ભેજનું પ્રમાણ સવારના સમયે 70 ટકા અને સાંજના સમયે 58 ટકા નોંધાયું હતું. સામે હવાની ગતિમાં પણ સતત બદલાવ જોવા મળ્યો છે, જેમાં સવારના સમયે 15 કિલોમીટર પ્રતિ કલાક અને સાંજના 21 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ નોંધાઈ હતી.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ બપોર અને સાંજના સમયે વાતાવરણમાં બદલાવ જોવા મળશે અને પ્રી-મોન્સૂન એક્ટિવિટીના પગલે ઠેર-ઠેર હળવા ઝાપટાં પણ પડી શકે છે. હાલ હવામાનમાં જે ઉતાર-ચડાવ જોવા મળી રહ્યો છે તેને ધ્યાને લઇ આ વર્ષે ચોમાસું નોર્મલ રહશે તેવી આગાહી કરવામાં આવી છે.

રાજકોટમાં ગુરુવારે દિવસ દરમિયાન અસહ્ય બફારો રહ્યો હતો. સાંજના સમયે વાદળછાયું વાતાવરણ થયું હતું પરંતુ અમુક વિસ્તારમાં માત્ર છાંટા પડ્યા હતા. રાજકોટ સહિત સોરાષ્ટ્રમાં આગામી ચારથી પાંચ દિવસમાં ચોમાસું સત્તાવાર રીતે પ્રવેશ કરે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. પહેલો વરસાદ 3થી 4 ઈંચ પડી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...