ઓનલાઈન પ્રવેશમાં ધાંધિયા:રાજકોટમાં વિદ્યાર્થીના ખાતામાંથી પૈસા કપાયાં; રાજકોટ યુનિવર્સિટીમાં જમા ન થયા, પ્રવેશ અટક્યો!

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ઓનલાઈન ફી ભરનારા અંદાજિત 30% વિદ્યાર્થીઓને મુશ્કેલી
  • યુનિવર્સિટીએ કહ્યું ફી ભર્યા અંગેના આધાર-પુરાવા મેલ કરો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઘણી બધી પ્રક્રિયા હવે ડિજિટલ કરી દેવાઈ છે જેની સાથે યુનિવર્સિટીના તમામ ભવનોમાં પ્રવેશ પ્રક્રિયા પણ ઓનલાઈન થઇ છે. હાલ વિદ્યાર્થીઓ ઓનલાઈન પ્રવેશ લઇ રહ્યા છે પરંતુ કેટલાક વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ ફી પણ ઓનલાઈન ભરી પરંતુ તે ફી યુનિવર્સિટીના ખાતામાં જમા નહીં થતા અનેક વિદ્યાર્થીના પ્રવેશ કન્ફર્મ થયા નથી.

યુનિવર્સિટીનું ધ્યાન દોરતા ટેક્નિશિયન કામે લાગ્યાં ​​​​​
યુનિવર્સિટીના 29 ભવનમાં ઓનલાઈન પ્રવેશ લઇ રહેલા કુલ વિદ્યાર્થીમાંથી અંદાજે 30% જેટલા વિદ્યાર્થીને આ પ્રકારની સમસ્યા થઇ છે. આ મુદ્દે વિદ્યાર્થીઓએ જે-તે ભવનમાં અને યુનિવર્સિટીમાં ધ્યાન દોરતા યુનિવર્સિટીના ટેક્નિશિયન આ મુદ્દે કામ કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓને પોતે ઓનલાઈન પેમેન્ટ કર્યું હોય તો તેનો આધાર યુનિવર્સિટીને ઈ-મેલ કરી દેવા જણાવાયું છે.

ભવનમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન ફી ભરવામાં મુશ્કેલીઓ
ર્સિટીમાં તાજેતરમાં જ વિદ્યાર્થીઓને ફી ભરવા માટેની લાઈનમાં ઊભું રહેવું ન પડે, એડમિશન લેવા માટે કે ફી ભરવા માટે ગામડેથી ધક્કો ખાવો ન પડે તે માટે પીજીમાં કોઈપણ ભવનમાં પ્રવેશ લેવા માટે અને ફી ભરવા માટે ઓનલાઈન સુવિધા શરૂ કરી છે. આ સુવિધા શરૂ કર્યા બાદ પ્રથમ વખત વિદ્યાર્થીઓ ઓનલાઈન પ્રવેશ અને ફી ભરવાની પ્રક્રિયા કરી રહ્યા છે ત્યારે જ યુનિવર્સિટીમાં ભવનોમાં એડમિશન શરૂ થતાં જ વિદ્યાર્થીઓ વેબસાઈટ પરથી ઓનલાઈન પ્રક્રિયા કરી હતી પરંતુ દરેક ભવનમાં કોઈને કોઈ વિદ્યાર્થીને ઓનલાઈન ફી ભરવામાં મુશ્કેલી પડી છે.

ખાતામાં જમા નહીં થતા એડમિશન કન્ફર્મ થઇ શકતું નથી
વિદ્યાર્થીના બેંક ખાતામાંથી પૈસા કપાય જાય છે પરંતુ યુનિવર્સિટીના ખાતામાં જમા નહીં થતા એડમિશન કન્ફર્મ થઇ શકતું નથી. આ મુદ્દે ભવનના પ્રોફેસરોએ તંત્રનું ધ્યાન દોરતા વિદ્યાર્થીઓને ફોન કરીને ફી ભર્યાનો આધાર યુનિવર્સિટીને ઈ-મેલ કરવા જણાવ્યું છે અને આગળની પ્રક્રિયા શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...