ચૂંટણી જંગ:મોદી, રાહુલ ગાંધી અને નડ્ડા રાજકોટમાં સભા ગજવશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટમાં આજે નડ્ડા, પાટીલ અને ઝડફિયાની જાહેરસભા
  • 20મીએ PM વેરાવળ, ધોરાજી, અમરેલી જાહેરસભા કરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે થવાનું છે અને પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મતદાન થવાનું છે ત્યારે રાજકીય પક્ષો ધૂંઆધાર પ્રચારમાં લાગી ગયા છે, ભાજપ અને કોંગ્રેસ પોતાના રાષ્ટ્રીય નેતાઓની જાહેરસભા અને રોડ શોના આયોજન નક્કી કરી નાખ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી તા.19થી ત્રણ દિવસ સુધી ગુજરાતના પ્રવાસે છે અને 30 જેટલી વિધાનસભાને આવરી લેતા તેમના કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં તા.20ના સોમનાથ મંદિરે જઇ દર્શન કરશે અને ત્યારબાદ વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં સભા સંબોધશે. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી આગામી તા.21ના રાજકોટ આવશે અને શાસ્ત્રી મેદાનમાં તેમની જાહેરસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ માટે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજપૂતે તા.21થી 23ની રાત્રીના 12 વાગ્યા સુધી શાસ્ત્રી મેદાન ભાડે આપવા કલેક્ટર તંત્રમાં અરજી કરી છે, રાહુલ ગાંધીની જાહેરસભાના અનુસંધાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઇન્ચાર્જ રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓ રાજકોટ આવી પહોંચ્યા છે.

આ ઉપરાંત શુક્રવારે રાજકોટમાં રાજકોટ શહેરની ત્રણ બેઠક પર ભાજપ દ્વારા જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે, વિધાનસભા-68માં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા, રાજકોટ-69માં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને વિધાનસભા-70માં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાની જાહેરસભા યોજાશે.

અન્ય સમાચારો પણ છે...