ત્રણેય પરિવારને મળ્યા:મોદી ભારદ્વાજ, મણીઆર અને શુક્લ પરિવારના સભ્યોને મળ્યા

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામકંડોરણા સભા પૂરી કરી અમદાવાદ જતાં પૂર્વે એરપોર્ટ પર ત્રણેય પરિવારને અંગત રીતે મળ્યા, અન્યોને દૂર રખાયા

જામકંડોરણામાં જનસભા પૂરી કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા હતા ત્યારે અગાઉથી નક્કી થયા મુજબ ભારદ્વાજ, શુક્લ અને મણીઆર પરિવારના સભ્યોને અંગત રીતે મળી તે પરિવાર સાથેના જૂના સંસ્મરણો યાદ કરી પરિવારના સભ્યોને શુભેચ્છા પાઠવી હતી.

એરપોર્ટ પર મોદીનું આગમન થતાં જ મેયર પ્રદીપ ડવ તેમને વીઆઇપી લોન્જ સુધી દોરી ગયા હતા, જ્યાં સૌ પ્રથમ મણીઆર પરિવારના કલ્પક મણીઆર, અપૂર્વ મણીઆર અને તેમના પરિવારજનો મળ્યા હતા, મોદીએ પ્રવીણભાઇ અને અરવિંદભાઇ સાથેની તેમની યાદો તાજી કરી હતી. ત્યારબાદ ચીમનભાઇ શુક્લના પરિવારજનો કશ્યપ શુક્લ, કૌશિક શુક્લ અને પરિવારજનો મળ્યા હતા.

મોદીએ કશ્યપ શુક્લ સાથે ચીમનભાઇની લડાયકતા તેમનું પાર્ટીમાં યોગદાન સહિતની વાતો કરી હતી એટલું જ નહીં કશ્યપ શુક્લના પુત્રી સલોની અમેરિકામાં અભ્યાસ કરે છે ત્યાં કેવું લાગી રહ્યું છે તેવું મોદીએ પૂછ્યું હતું તેમજ શુક્લ પરિવારના 96 વર્ષના વડીલ આનંદબા અને મધુબેન 94 વર્ષના છે તેઓને પણ મોદીએ યાદ કરી તેઓ યોગા કરતા હશે તેથી જ ફિટ છે તેવી વાતો પણ કરી હતી. આ ઉપરાંત નીતિનભાઇ ભારદ્વાજ, તેમના પત્ની સહિતના પરિવારજનોને પણ મળ્યા હતા, અભયભાઇના નિધન અંગે તેમણે દુ:ખ વ્યક્ત કરી અભયભાઇને લડવૈયા ગણાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...