કામગીરી:મનપાની ફૂડ શાખા દ્વારા મોદક લાડુના નમૂના લેવાયા, 86 ફુડ બિઝનેસ ઓપરેટર્સ તથા તેના સ્ટાફનું વેક્સિનેશન પણ કરાયું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ફૂડ શાખાએ વેક્સિનેશન ટીમને સાથે રાખીને ફુડ બિઝનેસ ઓપરેટર્સમાં વેક્સિનેશન અંગે જાગૃતિ પણ કેળવી હતી

હાલ ગણેશ ચતુર્થીના તહેવારને અનુલક્ષણીને ફરાળી વાનગીઓનું સૌથી વધુ ચલણ હોય છે પણ કેટલાક ભેળસેળિયાઓ નફો રળવા માટે તેમાં પણ ભેળસેળ કરી રહ્યા છે. ત્યારે મનપાની ફૂડ શાખા ફરસાણની દુકનોમાં ચેકિંગમાં નીકળી હતી. અને મોદક લાડુ, ચુરમાના લાડુ અને ગુલાબ ગુલકંદ મોદકલાડુના નમૂના લેવાયા હતા. આ ઉપરાંત ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિને નિમિતે ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સિનેશન મહા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મનપાની ફુડ શાખા દ્વારા 86 ફુડ બિઝનેસ ઓપરેટર્સ તથા તેના સ્ટાફનું વેક્સિનેશન પણ કરાયું હતું.

આ ચીજોના નમૂના લેવાયા
1) મોદક લાડુ (મિઠાઇ, લુઝ)
સ્થળ: શ્રી રામ સ્વીટ માર્ટ, ગુજરી બજાર ચોક
2) ચુરમાના લાડુ (મિઠાઇ,લુઝ)
સ્થળ:- રાધિકા ડેરી ફાર્મ, સદગુરુ કોમ્પલેક્ષ, 5/11 જંક્શન પ્લોટ
3) ગુલાબ ગુલકંદ મોદકલાડુ (મિઠાઇ,લુઝ)
સ્થળ:- રઘુવીર ડેરી ફાર્મ, મંગળા મે. રોડ, 2-શારદાનગર

86 ફુડ બિઝનેસ ઓપરેટર્સ તથા તેના સ્ટાફનું વેક્સિનેશન પણ કરાયું
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોવિડ-19ની વેક્સિનેશન આપવા માટે મહાઅભિયાન યોજવામાં આવેલ. જે અંતર્ગત વધુમાં વધુ શહેરીજનો સુધી વેક્સિનેશનનો લાભ પહોંચી શકે તે હેતુથી ફુડ વિભાગ દ્વારા ગઈકાલે શહેરના પ્રેમમંદિર સામે આવેલ હોકર્સ ઝોનમાં 15 ફુડ બિઝનેસ ઓપરેટર્સ, ભગતસિંહ ગાર્ડન સામે આવેલ હોકર્સ ઝોનમાં-11 ફુડ બિઝનેસ ઓપરેટર્સ, આશ્રમ રોડ હોકર્સઝોનમાં-9 ફુડ બિઝનેસ ઓપરેટર્સ, પેડક રોડ હોકર્સઝોનમાં-20 ફુડ બિઝનેસ ઓપરેટર્સ, રેસકોર્ષ રોડ હોકર્સ ઝોનમાં-23 ફુડ બિઝનેસ ઓપરેટર્સ, ફર્નવર્લ્ડ પાસે આવેલ હોકર્સ ઝોનમાં-6 ફુડ બિઝનેસ ઓપરેટર્સ, ભક્તિનગર સર્કલ હોકર્સઝોનમાં-2 ફુડ બિઝનેસ ઓપરેટર્સને વેક્સિનેશન ટીમ સાથે રાખીને વેક્સિનેશન અંગે જાગૃતિ કેળવી કુલ 86 ફુડ બિઝનેસ ઓપરેટર્સ તથા તેના સ્ટાફને વેક્સિન લેવડાવેલ.

અન્ય સમાચારો પણ છે...