• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Mockdrill Of Fire Department In 5 Hospitals Of Rajkot, Hosp. Staff Were Given Practical Information To Move Patients To A Safe Place In The Fire

મોકડ્રીલ:રાજકોટની 5 હોસ્પિટલમાં ફાયર વિભાગની મોકડ્રીલ, હોસ્પિ. સ્ટાફને આગમાં દર્દીઓને સલામત સ્થળે ખસેડવા પ્રેક્ટિકલ માહિતી અપાઈ

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રેક્ટિકલ જાણકારી મોકડ્રીલ દ્વારા આપવામાં આવી - Divya Bhaskar
પ્રેક્ટિકલ જાણકારી મોકડ્રીલ દ્વારા આપવામાં આવી
  • મોકડ્રીલની કામગીરી દરમિયાન વિવિધ ફાયર શાખાના 100 જેટલા કર્મચારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા આજે શહેરની 5 હોસ્પિટલમાં વિવિધ ફાયરબ્રિગેડ સ્ટેશનના ઓફિસરો અને ફાયર સ્ટાફ દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલમાં આગના સંજોગોમાં હોસ્પિટલના સ્ટાફે કઈ રીતે સાવચેતી રાખવી અને દર્દીઓને સલામત સ્થળે ખસેડવા તેમજ રાહત બચાવકાર્ય માટે શું કરી શકાય તે અંગેની પ્રેક્ટિકલ જાણકારી મોકડ્રીલ દ્વારા આપવામાં આવી હતી.

આ 5 હોસ્પિટલમાં મોકડ્રીલ કરવામાં આવી હતી
શહેરમાં 5 હોસ્પિટલમાં મોકડ્રીલ કરવામાં આવી હતી. જેમાં પારીતોષ હોસ્પિટલ, જયંત કે.જી. રોડ, તથા પંડ્યા હોસ્પિટલ, ચૌધરી હાઈસ્કૂલ પાસે, તથા સિનર્જી હોસ્પિટલ, 150 ફૂટ રિંગ રોડ, તથા જી.ટી. શેઠ હોસ્પિટલ, જામ ટાવર પાસે અને પદ્મકુંવરબા હોસ્પિટલ, ગુંદાવાડી ખાતે ફાયરબ્રિગેડ દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી.

પાવર કન્ઝમ્પશન વધુ થવાને કારણે શોર્ટ સર્કિટ
તાજેતરના ભૂતકાળમાં જોવા મળેલા અનુભવ મુજબ પાવર કન્ઝમ્પશન વધુ થવાને કારણે શોર્ટ સર્કિટ થતા આગના બનાવો બન્યા હતાં. ઇલેક્ટ્રિક પ્લગમાં થ્રી પિન લગાવી વધુ વિજળીનો ઉપયોગ કરવાથી પ્લગની ક્ષમતા કરતા વધુ પાવર ખેંચાવાથી પણ શોર્ટ સર્કિટ થવાની શક્યતા રહેતી હોઈ આવી બાબતો ટાળવા ઉપરાંત નિયમિત રીતે ઇલેક્ટ્રિક વાયરિંગ નેટવર્કનું સમયાંતરે ચેકિંગ કરાવતા રહેવા પણ હોસ્પિટલોને સમજણ આપવામાં આવી હતી.
ઉપરોક્ત મોકડ્રીલ દરમ્યાન ચારેય હોસ્પિટલોમાં કુલ મળીને આશરે 100 જેટલા કર્મચારીઓ અને ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.