તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાયરસેફ્ટિ:8 કોવિડ હોસ્પિટલમાં મોકડ્રિલ, ફાયર એક્ઝિટ એકપણમાં નહિ હવે મનપા નોટિસ ફટકારશે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાયર ટીમે મોકડ્રીલ યોજી હતી. - Divya Bhaskar
ફાયર ટીમે મોકડ્રીલ યોજી હતી.
  • અનેક વખત ફાયર શાખાએ સૂચનો કર્યા મુલાકાત લીધી છતાં અમુક જ અમલવારી
  • બહાર નીકળવાનો એક જ રસ્તો તે દિશામાં આગ લાગે તો કોઇ બહાર જ નહિ નીકળી શકે

રાજકોટ મહાનગરપાલિકાની ફાયર શાખાએ શહેરની 8 કોવિડ હોસ્પિટલમાં મોકડ્રિલ કરી હતી જેમાં બધી કાર્યવાહી થઈ હતી પણ ફાયર એક્ઝિટ મામલે બધી જ હોસ્પિટલ નિષ્ફળ સાબિત થઈ છે.

ફાયરની મોકડ્રિલ હોસ્પિટલને જાણ કરીને કરવામાં આવી હતી જેથી દર્દીઓમાં કોઇ પ્રકારનો ડર ન ફેલાઈ જાય. આ તમામ કાર્યવાહીમાં ફાયરબ્રિગેડનો સ્ટાફ તેમજ હોસ્પિટલનો સ્ટાફ હતો અને આગ બુઝાવવાથી માંડીને લોકોને ખસેડવાની કામગીરી પણ કરાઈ હતી અને બધી મોકડ્રિલ સફળ ગણાવાઈ હતી જોકે ફાયર એક્ઝિટ મામલે ફરી નિષ્ફળતા મળી છે. બહાર નીકળવા માટે બીજો કોઇ ગેટ ન હોવાથી એક જ રસ્તામાંથી બહાર નીકળવું પડે છે જો આગ સમયે તે જ રસ્તો બ્લોક થઈ જાય તો બધા લોકો હોસ્પિટલની અંદર જ ફસાય જાય તેવી સ્થિતિ છે. દર્દીઓ દાખલ હતા તે સમયે ફાયર શાખાએ અનેક વખત હોસ્પિટલની મુલાકાત લઈને સૂચનો કર્યા હતા.

ઘણી હોસ્પિટલે જરૂરી ફેરફાર કરવાનું ચાલુ કર્યું છે અને હજુ ઘણામાં બાકી છે. અત્યાર સુધી ઘણી સલાહો આપી દીધી અને સમય પણ આપી દેવાયો છે પણ તાજેતરમાં બે હોસ્પિટલમાં ફરી આગની ઘટના બનતા તંત્ર આકરા પગલાં લેવા માટે આગળ આવ્યું છે અને બે દિવસ બાદ જે પણ હોસ્પિટલમાં પૂરતા સાધનો નહિ હોય કે નિયમ પાલન નહિ હોય તેમને સ્થળ પર જ નોટિસ ફટકારી દેવાશે.

હોસ્પિટલે દીવાલો તોડી ફાયર એક્ઝિટ બનાવ્યા
જીડીસીઆરમાં હોવા છતાં ફાયર એક્ઝિટ બનાવવામાં ઘણા બિલ્ડરોએ આનાકાની કરી હતી પણ હવે હોસ્પિટલ માટે તે ફરજિયાત બન્યું હોવાથી રાજકોટ શહેરની કેટલીક હોસ્પિટલે રૂમની દીવાલો તોડીને ફાયર એક્ઝિટ બનાવવાની કામગીરી ચાલુ કરી છે અને ઘણી હોસ્પિટલમાં અડધું કામ પણ પૂરું થઈ ગયું છે.

હોસ્પિટલના બેટરી રૂમમાં લાગેલી આગ સૌથી જોખમી હતી
શહેરની ઓલમ્પસ હોસ્પિટલમાં જનરેટર અને યુપીએસ રાખ્યા હતા તે રૂમમાં બે દિવસ પહેલા આગ ભભૂકી ઊઠી હતી. ચીફ ફાયર ઓફિસર આઈ. વી. ખેરના જણાવ્યા મુજબ આ આગ સૌથી જોખમી હતી કારણ કે, બેટરીમાં આગ લાગે ત્યારે ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે સદનસીબે પૂરતા સાધનો હોવાથી આગ કાબૂમાં આવી શકી હતી. આ કારણે હવે ફાયરના નિયમો પાળવાની તાતી જરૂરિયાત છે.

અન્ય સમાચારો પણ છે...