મોકડ્રીલ:રાજકોટની સિનર્જી, વેદાંત સહિત 8 હોસ્પિટલમાં ફાયર વિભાગની મોકડ્રીલ, હોસ્પિટલ સ્ટાફને આગમાં દર્દીઓને સલામત સ્થળે ખસેડવા પ્રેક્ટિકલ માહિતી અપાઈ

રાજકોટ6 મહિનો પહેલા
રાજકોટ ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ યોજાઈ હતી.
  • મોકડ્રીલની કામગીરી ગુજરાત સરકાર અને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના આદેશ મુજબ કરવામાં આવી

રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા આજે શહેરની આઠ હોસ્પિટલમાં વિવિધ ફાયર બ્રિગેડ સ્ટેશનના ઓફિસરો અને ફાયર સ્ટાફ દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલમાં આગના સંજોગોમાં હોસ્પિટલના સ્ટાફે કંઈ રીતે સાવચેતી રાખવી અને દર્દીઓને સલામત સ્થળે ખસેડવા તેમજ રાહત બચાવ કાર્ય માટે શું કરી શકાય તે અંગેની પ્રેક્ટિકલ જાણકારી મોકડ્રીલ દ્વારા આપવામાં આવી હતી.

આ આઠ હોસ્પિટલમાં મોકડ્રીલ કરવામાં આવી હતી
1. પરમ કોવિડ હોસ્પિટલ, બસ સ્ટેન્ડની બાજુમાં
2. સમર્પણ કોવિડ હોસ્પિટલ, રૈયા રોડ,
3. દેવ કોવિડ હોસ્પિટલ, વિદ્યાનગર મેઈન રોડ
4. નીલકંઠ કોવિડ હોસ્પિટલ, કોઠારીયા રોડ
5. રઘુવીર કોવિડ હોસ્પિટલ, મવડી
6. સિનર્જી કોવિડ હોસ્પિટલ, 150 ફૂટ રિંગ રોડ
7. શિવ કોવિડ હોસ્પિટલ, મહાપુજા ચોક, 150 ફૂટ રિંગ રોડ
8. વેદાંત શ્રીજી કોવિડ હોસ્પિટલ, દૂધ સાગર રોડ

વિવિધ ફાયર શાખાના અધિકારીઓ જોડાયા હતા
મોકડ્રીલની કામગીરી ગુજરાત સરકાર અને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના આદેશ મુજબ કરવામાં આવી હતી. ચીફ ફાયર ઓફિસર આઈ. વી. ખેર અને ડે. ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબાના માર્ગદર્શન હેઠળ તમામ ફાયર સ્ટેશન ઓફિસર તથા તમામ ફાયર શાખાના સ્ટાફ દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી.