તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાતમાં હોસ્પિટલ કે કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટીના અભાવે અવારનવાર આગ્નિકાંડની ઘટના બને છે. થોડા જ સમય પહેલા રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. જેમાં કોરોનાના છ દર્દીના મૃત્યુ થયા હતા. આથી આગની તકેદારી અંગે માહિતી અને માર્ગદર્શન આપવા હાલ રાજકોટમાં રૈયા સર્કલ પાસે આવેલી સેલસ હોસ્પિટલ સહિત 7 હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રેક્ટિકલ જાણકારી મોકડ્રીલ દ્વારા આપવામાં આવી
રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા આજે સેલસ હોસ્પિટલમાં ફાયર બ્રિગેડ સ્ટેશનના ઓફિસરો અને ફાયર સ્ટાફ દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલમાં આગના સંજોગોમાં હોસ્પિટલના સ્ટાફે કંઈ રીતે સાવચેતી રાખવી અને દર્દીઓને સલામત સ્થળે ખસેડવા તેમજ રાહત બચાવ કાર્ય માટે શું કરી શકાય તે અંગેની પ્રેક્ટિકલ જાણકારી મોકડ્રીલ દ્વારા આપવામાં આવી હતી.
બ્લુ જેકેટ પહેરીને અગ્નિશામક દળના જવાનોએ ફરજ બજાવી
આ મોકડ્રીલ દરમિયાન હોસ્પિટલમાં હકીકતમાં આગ લાગી હોય તેવા દ્રશ્યો હોસ્પિટલ દ્વારા ઉભા કર્યા હતા અને તેમાં ફાયર સેફ્ટીનો ખાસ પ્રકારનો બ્લુ જેકેટ પહેરીને અગ્નિશમાક દળના જવાનોએ ફરજ બજાવી હતી. અગ્નિશામક દળના જવાનો તથા અધિકારીઓએ સતત દર્દીઓને કંઈ રીતે બચાવવા તેનું ડેમોસ્ટ્રેશન કર્યુ હતું અને સેલસ હોસ્પિટલના કર્મચારીઓને તાલીમ આપી હતી.
વિવિધ 7 હોસ્પિટલ અને ફાયર ફાઈટર સ્ટાફની માહિતી
આજે રૈયા રોડ પર આવેલી સેલસ હોસ્પિટલ, ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલી કુંદન હોસ્પિટલ, ગુંદાવાડીમાં આવેલી પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલ, 150 ફૂટ રીંગ રોડ અયોઘ્યા ચોક નજીક આવેલી એચસીજી હોસ્પિટલ, 150 ફૂટ રીંગ રોડ પર આવેલી ગીરીરાજ હોસ્પિટલ રણછોડનગરમાં આવેલી આનંદ હોસ્પિટલ અને ગોંડલ રોડ પર આવેલી દોશી હોસ્પિટલ સામે આવેલા પથિકાશ્રમમાં આગ લાગ્યાની જાણ થતા જ કરણપરા મુખ્ય ફાયર સ્ટેશન, રામાપીર ચોકડી ફાયર સ્ટેશન, કોઠારીયા રોડ ફાયર સ્ટેશન, રેલનગર ફાયર સ્ટેશન કાલાવડ રોડ પર ફાયર સ્ટેશન, બેડીપરા ફાયર સ્ટેશન અને મવડી ફાયર સ્ટેશનની ટીમ દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.