તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Mock Drill Of Fire Department At Jayanath Kovid 19 Hospital, Rajkot, Practical Information Given To Hospital Staff To Move Patients To Safe Place In Case Of Fire

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોકડ્રીલ:રાજકોટની જયનાથ કોવિડ-19 હોસ્પિટલમાં ફાયર વિભાગની મોકડ્રીલ, હોસ્પિટલ સ્ટાફને આગમાં દર્દીઓને સલામત સ્થળે ખસેડવા પ્રેક્ટિકલ માહિતી અપાઇ

રાજકોટ6 દિવસ પહેલા
  • હોસ્પિટલના સ્ટાફને પ્રેક્ટિકલ જાણકારી મોકડ્રીલ દ્વારા આપવામાં આવી હતી

ગુજરાતમાં હોસ્પિટલ કે કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટીના અભાવે અવારનવાર આગ્નિકાંડની ઘટના બને છે. થોડા જ સમય પહેલા રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. જેમાં કોરોનાના છ દર્દીના મૃત્યુ થયા હતા. આથી આગની તકેદારી અંગે માહિતી અને માર્ગદર્શન આપવા હાલ રાજકોટમાં ભક્તિનગર પોલીસ સ્ટેશન પાસે આવેલી જયનાથ કોવિડ-19 હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રેક્ટિકલ જાણકારી મોકડ્રીલ દ્વારા આપવામાં આવી
રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા આજે જયનાથ કોવિડ-19 હોસ્પિટલમાં ફાયર બ્રિગેડ સ્ટેશનના ઓફિસરો અને ફાયર સ્ટાફ દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલમાં આગના સંજોગોમાં હોસ્પિટલના સ્ટાફે કંઈ રીતે સાવચેતી રાખવી અને દર્દીઓને સલામત સ્થળે ખસેડવા તેમજ રાહત બચાવ કાર્ય માટે શું કરી શકાય તે અંગેની પ્રેક્ટિકલ જાણકારી મોકડ્રીલ દ્વારા આપવામાં આવી હતી.

પ્રેક્ટિકલ જાણકારી મોકડ્રીલ દ્વારા આપવામાં આવી
પ્રેક્ટિકલ જાણકારી મોકડ્રીલ દ્વારા આપવામાં આવી

સિલ્વર જેકેટ પહેરીને અગ્નિશામક દળના જવાનોએ ફરજ બજાવી
આ મોકડ્રીલ દરમિયાન હોસ્પિટલમાં હકીકતમાં આગ લાગી હોય તેવા દ્રશ્યો હોસ્પિટલ દ્વારા ઉભા કર્યા હતા અને તેમાં ફાયર સેફ્ટીનો ખાસ પ્રકારનો બ્લુ જેકેટ પહેરીને અગ્નિશમાક દળના જવાનોએ ફરજ બજાવી હતી. અગ્નિશામક દળના જવાનો તથા અધિકારીઓએ સતત દર્દીઓને કંઈ રીતે બચાવવા તેનું ડેમોસ્ટ્રેશન કર્યુ હતું અને જયનાથ કોવિડ-19 હોસ્પિટલના કર્મચારીઓને તાલીમ આપી હતી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો