તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ ફાયર એનઓસી તેમજ આગ લાગે ત્યારે સ્ટાફને તૈયાર કરવાને પ્રાધાન્ય અપાયું છે. આ માટે મોકડ્રિલ કરાઈ રહી છે. સિવિલ હોસ્પિટલમાં ટૂંકા ગાળામાં બે મોકડ્રિલ થઈ અને બંને એક જ બિલ્ડિંગ એટલે કે નવી સુપર સ્પેશિયાલિટી બ્લોક કે જેને કોવિડ હોસ્પિટલમાં ફેરવાઈ છે તેમાં કરાઈ હતી. આ તો નવું જ સ્ટ્રક્ચર છે અને એક જ વર્ષ થયું છે તેમજ ફાયરના અદ્યતન સાધનો અને ઈમરજન્સી એક્ઝિટ નવા છે ત્યાં જ મોકડ્રિલ કરાઈ હતી. વર્ષો જૂના બાંધકામમાં દાખલ દર્દીઓ વિશે વિચારાયું નથી.
ટ્રોમા સેન્ટર, નવી ઓપીડી, વોર્ડ નં.10 સહિતના બિલ્ડિંગમાં ફાયરના પૂરતા સાધનો નથી અને જેને કારણે એનઓસી ન મળતા હોસ્પિટલને નોટિસ ફટકારાઇ છે. અહીં કોઇપણ મોકડ્રિલ થતી નથી. જે સાબિત કરે છે કે જૂના બિલ્ડિંગ હજુ પણ જોખમી જ છે. બીજી તરફ કોવિડ હોસ્પિટલમાં 225 જેટલા દર્દી સારવાર લઈ રહ્યા છે, જ્યારે ટ્રોમા સેન્ટર, સર્જરી વોર્ડ તેમજ અન્ય બિલ્ડિંગમાં દરરોજ સરેરાશ 800 દર્દી દાખલ હોય છે તેમજ દરરોજની 1000 જેટલી ઓપીડી હોય છે ત્યાં કોઇ મોકડ્રિલ કરાતી નથી.
આ અંગે તબીબી અધિક્ષક ડો.પંકજ બૂચને પ્રશ્ન કરાતા તેઓએ કહ્યું હતું કે, દરેક સ્ટાફને તાલીમ આપવામાં આવી રહી છે તેમજ અલગ અલગ શિફ્ટમાં કામ કરતા હોય તેથી અલગ અલગ મોકડ્રિલ કરી હતી. હાલ કોવિડ હોસ્પિટલને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જે મોકડ્રિલ થઇ તેમા તમામ સ્ટાફે ગભરાયા વગર સ્થિતિ સમજીને રેસ્ક્યૂ ઓપરેશન તેમજ ફાયરના સાધનોને ઓપરેટ કર્યા હતા.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.