મોકડ્રીલ:રાજકોટની સ્ટર્લિંગ, સિનર્જી સહિત 7 હોસ્પિટલમાં ફાયર વિભાગની મોકડ્રીલ, હોસ્પિટલ સ્ટાફને આગમાં દર્દીઓને સલામત સ્થળે ખસેડવા પ્રેક્ટિકલ માહિતી અપાઈ

રાજકોટએક વર્ષ પહેલા
રાજકોટ ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ યોજાઈ હતી. - Divya Bhaskar
રાજકોટ ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ યોજાઈ હતી.
  • મોકડ્રીલની કામગીરી ગુજરાત સરકાર અને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલની આદેશ મુજબ કરવામાં આવી

રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા આજે સવારે 11 વાગ્યે શહેરની સાત હોસ્પિટલમાં વિવિધ ફાયર બ્રિગેડ સ્ટેશનના ઓફિસરો અને ફાયર સ્ટાફ દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલમાં આગના સંજોગોમાં હોસ્પિટલના સ્ટાફે કંઈ રીતે સાવચેતી રાખવી અને દર્દીઓને સલામત સ્થળે ખસેડવા તેમજ રાહત બચાવ કાર્ય માટે શું કરી શકાય તે અંગેની પ્રેકટિકલ જાણકારી મોકડ્રીલ દ્વારા આપવામાં આવી હતી.

આ સાત હોસ્પિટલમાં મોકડ્રીલ કરવામાં આવી હતી
શહેરમાં સાત હોસ્પિટલમાં મોકડ્રીલ કરવામાં આવી હતી. જેમાં મધુરમ હોસ્પિટલ ખાતે સેન્ટ્રલ ઝોન ફાયર બ્રિગેડ સ્ટેશન દ્વારા, સિનર્જી સ્ટાર હોસ્પિટલ, મવડી રોડ ખાતે મવડી ફાયર બ્રિગેડ સ્ટેશન દ્વારા, સિનર્જી હોસ્પિટલ, 150 ફૂટ રીંગ રોડ ખાતે રેલનગર ફાયર બ્રિગેડ સ્ટેશન દ્વારા, સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે રામદેવપીર ચોકડી ફાયર બ્રિગેડ સ્ટેશન દ્વારા, વોકહાર્ડ હોસ્પિટલ ખાતે કાલાવડ રોડ ફાયર બ્રિગેડ સ્ટેશન દ્વારા, જે.જે. પટેલ હોસ્પિટલ, કોઠારીયા રોડ ખાતે કોઠારીયા ફાયર બ્રિગેડ સ્ટેશન દ્વારા અને કામદાર રાજ્યવિમા યોજના હોસ્પિટલ, દૂધસાગર રોડ ખાતે બેડીપરા ફાયર સ્ટેશન દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી.

વિવિધ ફાયર શાખાના અધિકારીઓ જોડાયા હતા
મોકડ્રીલની કામગીરી ગુજરાત સરકાર અને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલની આદેશ મુજબ કરવામાં આવી હતી. ડે. ફાયર ઓફિસર બી.જે.ઠેબા, સ્ટેશન ઓફિસર ફિરોઝ ખાન, રાજેન્દ્ર ભટ્ટી, જાહિરખાન, કિરીટ કોહલી, અમિત દવે, લીડિંગ ફાયરમેન અશોકસિંહ ઝાલા, રાહુલ જોષી, પરેશભાઈ ચુડાસમા, જયેશભાઈ તથા તમામ ફાયર શાખાના સ્ટાફ દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...