ચેકિંગ કામગીરી:મીઠાઈના ચેકિંગ માટે ગાંધીનગરથી મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ લેબ ફાળવાઈ

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વીટનર તરીકે કેમિકલ વપરાયું છે કે નહિ ? તે મુદ્દે ચેકિંગ
  • દશેરા નજીક આવતા મિષ્ટાન્નની તપાસ શરૂ કરાશે

નવરાત્રિ પૂરી થવા પર છે અને બે દિવસમાં દશેરા આવી જશે. આ દિવસે મિષ્ટાન્નનું ખૂબ મહત્ત્વ હોય છે તેથી ઉત્પાદકો મોટા પાયે મીઠાઈઓ બનાવી રાખે છે અને પછી વેચાણ કરે છે. આ સમયે ઘણી વખત ભેળસેળની પણ ફરિયાદો ઊઠે છે તે પહેલા જ આવી વૃત્તિઓ ડામી દેવા માટે ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાન મોકલી છે જેને લઈને મનપાની ફૂડશાખા અલગ અલગ ડેરીઓમાં જઈને મીઠાઈના સેમ્પલ લઈ રહી છે.

આ લેબમાં મીઠાઈની પ્રાથમિક તપાસ કરાશે જેમાં માવાને બદલે બટેટા કે અન્ય કોઇ વસ્તુ વપરાઈ છે કે નહિ, સ્વીટનર તરીકે કોઇ કેમિકલ વપરાયું છે કે નહિ, સિલ્વર ફોઈલને બદલે બીજી કોઇ વસ્તુ નંખાઈ રહી છે કે કેમ તે તમામના ટેસ્ટ થશે અને જો શંકા જાય તો તે સેમ્પલ લઈને પૃથક્કરણ માટે વડોદરા લેબમાં મોકલાશે અને જે જથ્થો શંકાસ્પદ લાગશે તેનો નાશ પણ કરી દેવાશે.

તહેવારોમાં જ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા મિષ્ટાન્ન અને ફરસાણના વેપારીઓને ત્યાંથી સેમ્પલ લઇ ચેકિંગ પણ કરાયું છે. અગાઉથી મિષ્ટાન્ન બનાવી રાખે છે અને પછી વેચાણ કરતા હોવાની અનેક ફરિયાદ ઊઠી છે. મોબાઇલ ફૂડ ટેસ્ટીંગ વાન દ્વારા આવી મીઠાઇઓના સેમ્પલ લેવાઇ રહ્યા છે.

મોબાઈલ ટેસ્ટિંગ લેબમાં 101 પ્રકારના ટેસ્ટ
ગાંધીનગરથી જે મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાન મોકલવામાં આવી છે તેમાં 101 પ્રકારના ટેસ્ટ થઈ શકે છે અને જરૂર મુજબ તેના મશીનો રાખીને દૂધ, મીઠાઈ, ખાદ્યતેલ સહિતમાં પ્રાથમિક તપાસ કરી શકાય છે અને તેમાં જો કોઇ સેમ્પલ ફેલ થાય તો તેને પૃથક્કરણ માટે લેબમાં મોકલાય છે. આ લેબનો ઉપયોગ ભેળસેળ શરૂઆતથી જ ડામવા માટે થાય છે તેવો ફૂડ સેફ્ટી ઓથોરિટીએ દાવો કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...