તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંઘર્ષ:રાજકોટની દીકરી બની મોભી, ઘર ચલાવવા માટે ફિનાઇલથી લઈને સિંગચણા વેચ્યાં

રાજકોટ2 મહિનો પહેલાલેખક: ધારા નગેવાડિયા
 • કૉપી લિંક
દિપ્તીબેન અને તેમનો પરિવાર - Divya Bhaskar
દિપ્તીબેન અને તેમનો પરિવાર
 • પરિવાર પર તૂટી પડેલા આભને મોટી દીકરીએ ઝીલી લીધું
 • રાજકોટની મહિલાએ સાથે અભ્યાસ પૂરો કરી લેબ શરૂ કરી

પિતાના મૃત્યું બાદ ઘરમાં કોઈ કમાનાર ન રહ્યું ત્યારે સૌથી મોટી દીકરીએ ઘરના મોભી તરીકેની ફરજ નિભાવીને પરિવાર સાચવ્યો હતો. રાજકોટના છત્રા પરિવારમાં પિતા ગુજરી જતા ઘરની મોટી દીકરી એવાં દિપ્તીબેનના શિરે ત્રણ નાની બહેન અને માતાને સાચવવાની જવાબદારી આવી પડી હતી. તેમણે સાઇકલ પર ફરીને ફિનાઇલથી લઈને સિંગચણા જેવી વિવિધ ચીજવસ્તુઓ વેચીને ઘર ચલાવ્યું હતું. આટલી મહેનત સાથે તેમણે અભ્યાસ પૂર્ણ કરીને પોતાની લેબ શરૂ કરી હતી.

ઘરમાં એકપણ પુરુષ નથી
ડો. દિપ્તીબેનની હાલની ઉંમર 60 વર્ષ છે. નાની ઉંમરે આવેલી જવાબદારી નિભાવવા માટે દીપ્તિબેને સાવરણા વેચ્યા, સિંગ, ચણાનું ટ્રેડિંગ કર્યું હતું. હાલ છત્રા પરિવારમાં મા દીકરીની ત્રણ પેઢી એકી સાથે રહે છે. પરિવારમાં કુલ 6 મહિલાઓ એકીસાથે રહે છે. જેમાં સૌથી મોટી ઉંમરના સભ્ય 85 વર્ષના છે અને સૌથી નાની ઉંમરની દીકરી 12માં ધોરણમાં અભ્યાસ કરે છે. જેની ઉંમર 17 વર્ષની છે. આ ઘરમાં એક પણ પુરુષ નથી. પરિવારની આર્થિક સ્થિતિ સારી બનતા તેમનાં બહેનપણી દક્ષાબેન સાથે તેમણે એક લેબોરેટરી શરૂ કરી. રાજકોટમાં બે છોકરીએ લેબ શરૂ કરી હોય તેવું પહેલીવાર બન્યું હતું.

ફૈબાની વાત યાદ રાખી, સ્ત્રી-પુરુષમાં સમાન શક્તિ
દિપ્તીબેનના રોલ મોડલ તેમનાં ફૈબા છે, કહે છે કે ભગવાને સ્ત્રી અને પુરૂષ બન્નેમાં સરખી જ શકિત આપી છે. દિપ્તીબેનના રોલ મોડલ તેના ફૈબા છે. દિપ્તીબેન કહે છે કે તેના નાના ફૈબા કુંદનબેનને તેના જીવનના ભણતર અને ઘડતરમાં મહત્વનું યોગદાન આપ્યું છે. આ બન્ને સારા હોવાથી જ તે બધી જવાબદારી નિભાવી શકયા છે. વધુમાં દિપ્તીબેન જણાવે છે કે, સમાજમાં સ્ત્રી પુરૂષનું બલિદાન, હિંમત, કાર્યશકિતને લઈને જે ભેદભાવ રાખવાની જે માનસિકતા છે તે ખોટી છે. ભગવાને બધામાં એક સરખી જ શકિત આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો