તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટ મનપાએ વીજબિલમાં બચત કરવાની સાથે ગ્રીનહાઉસ ગેસ એમિશનમાં ઘટાડો કરવાના હેતુથી સોલાર પ્લાન્ટ (રૂફટોપ) સિસ્ટમ ફિટ કરી હતી.અત્યાર સુધીમાં મનપાએ 881 કિલો વોટની ક્ષમતાના પ્લાન્ટ પાછળ 5.40 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. જેની સામે મનપાને વર્ષે એક કરોડ રૂપિયાથી વધુનો વીજબિલમાં ફાયદો થઇ રહ્યો છે.
મનપાના રોશની વિભાગના એન્જિનિયર પ્રફુલકુમાર વેકરિયાએ જણાવ્યું હતું કે, ઝોન ઓફિસ, સિટી સિવિક સેન્ટર, હાઈસ્કૂલ, લાઈબ્રેરીઓ, વોટર ફિલ્ટર પ્લાન્ટ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વગેરે મ્યુનિસિપલ બિલ્ડિગમાં કુલ - 881 (KWP) કેપેસિટીના ગ્રીડ કનેક્ટેડ સોલાર પાવર પ્લાન્ટ મૂકાયા છે. જેને લીધે વાર્ષિક આશરે 1286260 જેટલાં વીજ યુનિટ (KWH)નું જનરેશન થાય છે. જેના પગલે મનપાને વાર્ષિક રૂ.108 લાખની બચત થાય છે. તેમજ ગ્રીનહાઉસ ગેસ એમિશનમાં આશરે વાર્ષિક 1055 ટન જેટલો ઘટાડો થાય છે.
હજુ 450 કિલોવોટ સોલાર રૂફટોપ ફિટ થશે
મનપા આગામી એક વર્ષમાં જુદા જુદા સ્થળો પર 450 કિલોવોટ સોલાર રૂફટોપ સિસ્ટમ ફિટ કરવાનું આયોજન છે. જેમાં નવા બનેલા કોમ્યુનિટી હોલ, આરોગ્ય કેન્દ્ર, વોર્ડ ઓફિસ સહિતના સ્થળો પર સોલાર રૂફટોપ ફિટ કરવામાં આવશે. આગામી નાણાકીય વર્ષમાં પણ એક બાદ એક મનપાની બિલ્ડિંગમાં આ પ્રકારે સોલાર રૂફટોપ ફિટ કરવાનું આયોજન છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.