તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મત માટે મજબુર:એમ.જે. કુંડલિયા કોલેજમાં મંજૂરી વગર સભા બોલાવી ભાજપ માટે વિદ્યાર્થીઓ પાસે મત માગ્યા

રાજકોટ18 દિવસ પહેલા
 • કૉપી લિંક

રાજકોટની એમ. જે. કુંડલિયા કોલેજમાં પ્રથમ સત્રની શરૂઆત શનિવારથી થઈ છે અને તે માટે ખાસ કાર્યક્રમ રાખ્યો હતો. હાલ ચૂંટણીપંચ સ્કૂલ કે કોલેજમાં સભાની મંજૂરી આપતું નથી તેવા સંજોગોમાં કુંડલિયા કોલેજનો કાર્યક્રમ માત્રને માત્ર મત માગવા માટે રહી ગયો હતો. પરિસરમાં સ્ટેજ પર વોર્ડ નં.7ના ભાજપના દાવેદારોના ફોટા હતા. ઉમેદવારો દેવાંગ માંકડ અને નેહલ શુક્લને સ્ટેજ પર હારતોરા કરાયા હતા. દેવાંગ માંકડે પોતાના રાજકીય પ્રવચનમાં ત્યાં સુધી કહ્યું કે, ઘણા વિદ્યાર્થીઓ વોર્ડ નં.7માંથી આવે છે તેથી જ મત માગવા આવ્યા છે.

પ્રોફેસર જ્યોતિન્દ્ર જાનીએ તો બધા વિદ્યાર્થીઓ વતી ભાજપને જીતાડવાનું વચન આપ્યું હતું. ઈન્ચાર્જ પ્રિન્સિપાલે મંજૂરી વગર સભા કરી હોવાનો એકરાર કર્યો હતો અને મિત્રતાના ભાવે સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડો.અર્જુનસિંહ રાણાના કહેવા પર સભાનું આયોજન કર્યાનું કહ્યું હતું. આ સભા અંગે આચારસંહિતાના નોડલ ઓફિસર એન.એફ. ચૌધરી તેમજ આર.ઓ. નાયબ કલેક્ટર પૂજા જોટાણિયાએ કહ્યું હતું કે, આ રીતે મંજૂરી વગર સભા કરીને ગ્રાન્ટ ઈન એઈડ કોલેજમાં વિદ્યાર્થીઓ સામે સભા ન કરી શકાય. આ અંગે તંત્રને ફોટો સહિતના પુરાવાઓ મળતા કાર્યવાહી શરૂ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો