• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Mixed Response To The Landing, Nowhere Indifference Somewhere Celebration, Ganyagantha Rajkotians Celebrating Makarsankrati With Family And Friends

રાજકોટ ઉતરાયણ LIVE:પોલીસે મોટેથી લાઉડ સ્પીકર વગાડવા મામલે 6ની ધરપકડ, એક ભાજપનો કાર્યકર્તા; ઉતરાયણને મિશ્ર પ્રતિસાદ, ક્યાંય ઉદાસીનતા ક્યાંક ઉજવણી

રાજકોટ10 દિવસ પહેલા
પવન સારો હોવા છતાં આકાશ દર વખતની માફક પતંગો ઊડતી જોવા નથી મળી રહી.
  • એક તરફ શહેરીજનો પરિવાર સાથે ધાબા પર ગરબા રમ્યા, બીજી તરફ યુવતીએ કહ્યું: પતંગ દોરી સાથે ધાબા પર ગરબાને પણ મિસ કરી રહું છું
  • ગણ્યાગાંઠ્યા રાજકોટીયન્સ પરિવાર અને મિત્રો સાથે મકરસંક્રાતિ ઉજવી રહ્યા છે
  • ઠંડીની સાથે કોરોનાની ત્રીજી લહેરે પણ ફરી ઉત્તરાયણના ઉત્સાહ પર પાણી ફેરવી દીધું

કોરોનાની મહામારી વચ્ચે સતત બીજા વર્ષે ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્રીજી લહેરની શરૂઆત થતા કોરોના કેસોની સંખ્યામાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે આજના દિવસે કોરોના મહામારી વચ્ચે ઉતરાયણના પર્વ પર માહોલમાં કયાંક ઉજવણી તો કયાંક ઉદાસીનતા જોવા મળી હતી. ગણ્યાગાંઠા રાજકોટીયન્સ પરિવાર અને મિત્રો સાથે મકરસંક્રાતિ ઉજવી રહ્યા છે. પવન સારો હોવા છતાં આકાશ દર વખતની માફક પતંગો ઊડતી જોવા નથી મળી રહી.આ સાથે રાજકોટ જિલ્લાના જેતપુર બેઠકના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ ઉતરાયણ પર્વની પરિવાર સાથે કરી ઉજવણી હતી. આ ઉપરાંત પોલીસે મોટેથી લાઉડ સ્પીકર વગાડનારા લોકો સામે ડ્રોન મારફતે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 6ની ધરપકડ કરી છે.

ધર્મેશ બાટવીયા, રાજકોટ શહેર ભાજપનો કાર્યકર્તા
ધર્મેશ બાટવીયા, રાજકોટ શહેર ભાજપનો કાર્યકર્તા
મોટેથી લાઉડ સ્પીકર વગાડનારા આરોપીઓની તસવીર
મોટેથી લાઉડ સ્પીકર વગાડનારા આરોપીઓની તસવીર

લાઉડ સ્પીકર મામલે પોલીસની કાર્યવાહી
રાજકોટ પોલીસે લાઉડ સ્પીકર વગાડવા અંગે 6 લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ડ્રોન કેમેરાથી તપાસ હાથ ધરતા મોટા અવાજથી લાઉડ સ્પીકર વગાડી મકરસંક્રાતિ પર્વ મનાવતા 6 લોકો નજરે પડતા તેમની ધરપકડ કરી હતી. પોલીસે જાહેરનામાના ભંગ બદલ જી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી કારયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ગાંધીગ્રામ પોલીસે જય રાઠોડ, યુનિવર્સિટી પોલીસે સોહીલ સુરાણી અને ધર્મેશ બાટવીયા, માલવિયાનગર પોલીસે હિરેન પતરીયા જ્યારે આજીડેમ પોલીસે હરેશ વાસાણી અને અક્ષય અભંગીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસ કમિશનરના જાહેરનામા ભંગ કરવા બદલ પકડાયેલ આરોપીઓ પૈકી યુનિવર્સિટી પોલીસે પકડી પાડેલો આરોપી ધર્મેશ બાટવીયા રાજકોટ શહેર ભાજપનો કાર્યકર્તા છે.

પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ ઉતરાયણ પર્વની પરિવાર સાથે કરી ઉજવણી
પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ ઉતરાયણ પર્વની પરિવાર સાથે કરી ઉજવણી
રાજકોટમાં મકરસંક્રાંતિના દિવસે લોકો પોતાની છત પર પતંગ ઉડાવી નિરૂત્સાહ મજા માણી રહ્યા છે
રાજકોટમાં મકરસંક્રાંતિના દિવસે લોકો પોતાની છત પર પતંગ ઉડાવી નિરૂત્સાહ મજા માણી રહ્યા છે

ગરબા વગર રાજકોટની ઉતરાયણ અધૂરી છે
ગરબા વગર રાજકોટની ઉતરાયણ અધૂરી છે ત્યારે શહેરમાં એક તરફ શહેરીજનો પરિવાર સાથે ધાબા પર ગરબા રમ્યા, બીજી તરફ યુવતીએ કહ્યું: પતંગ દોરી સાથે ધાબા પર ગરબાને પણ મિસ કરી રહું છું. ત્યારે આજના દિવસે રાજકોટ વાસીઓ પતંગ દોરી સાથે ધાબા પર ગરબાને પણ મિસ કરી રહ્યા છે.

શહેરમાં એક તરફ શહેરીજનો પરિવાર સાથે ધાબા પર ગરબા રમ્યા હતા
શહેરમાં એક તરફ શહેરીજનો પરિવાર સાથે ધાબા પર ગરબા રમ્યા હતા

મ્યુઝિક સિસ્ટમ સહિત અનેક વસ્તુઓ પર નિયંત્રણો જાહેર
સતત બીજા વર્ષે કોરોના મહામારી વચ્ચે ઉતરાયણ પર્વની ઉજવણી તો કરવામાં આવી રહી છે પરંતુ તેમાં દર વર્ષ જેવો માહોલ જોવા નથી મળી રહ્યો. આ વર્ષે સરકાર દ્વારા મ્યુઝિક સિસ્ટમ સહિત અનેક વસ્તુઓ પર નિયંત્રણો જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે રંગીલા રાજકોટમાં મકરસંક્રાંતિના દિવસે લોકો પોતાની છત પર પતંગ ઉડાવી નિરૂત્સાહ મજા માણી રહ્યા છે.

ઉતરાયણના પર્વ પર માહોલમાં કયાંક ઉદાસીનતા જોવા મળી હતી
ઉતરાયણના પર્વ પર માહોલમાં કયાંક ઉદાસીનતા જોવા મળી હતી
અગાસી ઉપર માત્ર ગણતરીના લોકો નિજાંદનમાં જોવા મળ્યા હતા
અગાસી ઉપર માત્ર ગણતરીના લોકો નિજાંદનમાં જોવા મળ્યા હતા
બાળકોએ પણ ધાબા ઉપર ચઢીને ઉતરાયણ ઉજવી
બાળકોએ પણ ધાબા ઉપર ચઢીને ઉતરાયણ ઉજવી

માત્ર ગણતરીના લોકો નિજાંદનમાં જોવા મળ્યા
દર વર્ષે રંગીલા શહેરમાં લોકો પરિવાર સાથે પતંગ ઉડાવતા, ગરબા, વિવિધ વાનગીઓ એકસાથે આરોગતા અને મજા માણતા હોય છે. પરંતુ કોરોનાની મહામારીના કારણે રાજકોટમાં વિવિધ ઘરોની અગાસી ઉપર માત્ર ગણતરીના લોકો નિજાંદનમાં જોવા મળ્યા હતા.

પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું.
પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું.

પોલીસના અધિકારીઓ-કર્મીઓ દ્વારા દરેક વિસ્તારમાં સઘન ચેકીંગ કર્યું
રાજકોટ શહેરમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી દીયોરા તથા શહેર પોલીસના અધિકારીઓ-કર્મીઓ દ્વારા દરેક વિસ્તારમાં સઘન ચેકીંગ કર્યું હતું. લોકોએ પોલીસને સાથ આપી સ્વેચ્છાએ ડીજે બંધ રાખી મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી. પોલીસ કમિશ્નરે લોકોને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી છે. સાથે જ લગ્નમાં 150 વ્યક્તિને જ મંજૂરી હોય નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...