તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપહરણની ફરિયાદ:સામાન લેવા જવાનું કહી નીકળેલી તરુણી લાપતા

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરમાં વધુ એક તરુણી 23 દિવસથી લાપતા હોવાનો બનાવ પોલીસમાં નોંધાયો છે. કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં રહેતા શ્રમિકે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમને ચાર સંતાન છે. તે પૈકી ધો.6માં અભ્યાસની સાથે કેટરર્સમાં તેમજ કૌટુંબિક ભાઇને ત્યાં ઇમિટેશનનું પણ કામ કરતી 17 વર્ષની પુત્રી ગત તા.4ની બપોરે ઘરેથી ઇમિટેશનનો સામાન લેવા જવાનું કહીને નીકળી હતી. સાંજ સુધી પુત્રી પરત નહિ આવતા કૌટુંબિક ભાઇને પુત્રી અંગે વાત કરી હતી. જેથી ભાઇએ તે આવીને જતી રહી હોવાની વાત કરી હતી.

પુત્રીની ભાળ મેળવવા પાડોશીઓ, સગાંસંબંધીઓ સહિતનાઓના ઘરે તપાસ કરી હતી. તેમ છતાં પુત્રીની ભાળ મળી ન હતી. અંતે 23 દિવસ જેટલો સમય વીતી જવા છતાં કોઇ પત્તો નહિ લાગતા આજી ડેમ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા શખ્સ સામે તરુણીના અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો