ક્રાઇમ:રાજકોટનો લાપતા પરિવાર અમદાવાદથી મળ્યો, સમાધાન થઇ ગયાની શંકા ,ક્રાઇમ બ્રાંચ કિરણ મકવાણાને ઉઠાવી ગઇ

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિજયભાઇ મકવાણા - Divya Bhaskar
વિજયભાઇ મકવાણા
  • ક્રાઇમ બ્રાંચે લોકેશનના આધારે મકવાણા પરિવારને શોધી કાઢ્યા બાદ કેટલીક શંકાસ્પદ હીલચાલ શરૂ કરી

બિલ્ડર જે. પી. જાડેજા સાથે રૂપિયા 4 કરોડના મામલે માથાકૂટ થયા બાદ રાજકોટના વિજયભાઇ મકવાણા (પટેલ) તેમના પત્ની અને પુત્રી સાથે રાજકોટમાંથી લાપતા થઇ ગયા હતા. આ પરિવાર અમદાવાદથી હેમખેમ મળી આવ્યાની સૂત્રોમાંથી વિગતો પ્રાપ્ત થઇ રહી છે. રાત્રિના સમયે આ પરિવારને રાજકોટ લવાયો હતો. જે. પી. જાડેજા અને મકવાણા પરિવાર વચ્ચે સમાધાન થઇ ગયાની પણ ચર્ચા શરૂ થઇ ગઇ છે. બીજી બાજુ વિજયભાઇ મકવાણાના મોટાભાઇ કિરણ મકવાણાને ક્રાઇમ બ્રાંચની એક ટીમે ગુરુવાર સવારે ઉઠાવી લઇ ઓફિસમાં બેસાડી દીધા હોવાની વિગતો પણ જાણવા મળી છે.

પાંચ દિવસ પહેલાંની આ ઘટનામાં પોલીસે પહેલાં દિવસથી જ શંકાસ્પદ કામગીરી શરૂ કરી હતી. તેમાં ક્રાઇમ બ્રાંચના કેટલાક અધિકારીની ભૂમિકા કોઇની સામે ગુનો ન નોંધાય અને બધું જ સમુંસુતરૂ પાર પડી જાય અને પોતાનો મનસુબો પણ પાર પડે તેવી હતી. અંતે થયું પણ એવું જ. મકવાણા પરિવાર અમદાવાદથી હેમખેમ મળી આવ્યો છે, પરંતુ ગુરુવાર સવારે પૂછપરછના બહાને કિરણભાઇ મકવાણાને ડીસીબી ઉપાડી ગઇ અને રાત્રે પણ તેઓને જવા દેવાયા ન હતા તેવી વિગતો સૂત્રોમાંથી મળી રહી છે.

કિરણભાઇને ક્રાઇમ બ્રાંચ શા માટે લઇ ગઇ અને રાત્રે પણ તેઓને પોતાના ઘરના બદલે અન્ય સ્થળે શા માટે સુવા દબાણ કર્યું તે તપાસનો વિષય છે. આ અંગે શુક્રવારે સત્તાવાર જાહેરાત થાય તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...