તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:આપઘાતની ચીમકી આપી લાપતા થયેલું કુટુંબ સલામત, પરિવારને પરત લાવવા પોલીસના પ્રયાસ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જે.પી.જાડેજા પાસેથી રૂ.4 કરોડની લેણી રકમનો વિવાદ વકરે તેવી શંકા

શહેરના કાલાવડ રોડ પરના પ્રદ્યુમ્ન ગ્રીનસિટીમાં રહેતા ટ્યૂશન ક્લાસીસના સંચાલક તેની પત્ની અને પુત્રી સાથે પાંચ દિવસ પૂર્વે ઘરેથી નીકળી ગયા હતા. બિલ્ડર ભાગીદાર પાસેથી નીકળતા રૂ.4 કરોડ બિલ્ડરે નહીં આપતા ઘર છોડ્યાની અને પૈસા નહીં મળેતો સામૂહિક આપઘાત કરી લેવાની ક્લાસીસ સંચાલકે ચીમકી આપતી ચિઠ્ઠી લખી હતી. ઘટનાને પાંચ દિવસ વીતી ગયા છે જોકે ગુમ થયેલો પરિવાર સલામત હોવાની માહિતી મળતાં પોલીસ તેમને સલામત રીતે પરત લાવવા વધુ સક્રિય બની છે.

પ્રદ્યુમ્ન ગ્રીનસિટીમાં રહેતા ક્લાસીસ સંચાલક વિજયભાઇ ગોરધનભાઇ મકવાણા (ઉ.વ.40), તેમના પત્ની કાજલબેન (ઉ.વ.36) અને પુત્રી નિયતી (ઉ.વ.11) ગત તા.11ના બપોરે મંદિરે જવાનું કહી ઘરેથી નીકળી ગયા હતા. વિજયભાઇએ ઘર છોડતા પહેલા બે ચિઠ્ઠી લખી હતી, જેમાં એક પોલીસ કમિશનરને સંબોધીને અને બીજી બિલ્ડર જે.પી.જાડેજાને ઉદ્દેશીને લખી હતી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, કેકેવી ચોકમાં વિજયભાઇએ બનાવેલી બિલ્ડિંગમાં ભાગીદારીમાં છેતરપિંડી થઇ હતી, બિલ્ડરે નાણાં નહીં ચૂકવતા તેની આર્થિક હાલત કફોડી બનતા ઘરછોડીને જઇ રહ્યા છે અને જો નાણાં પરત નહીં મળે તો સામૂહિક આપઘાત કરી લેશે.

અન્ય સમાચારો પણ છે...