તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિલન:બસ ચૂકી જતા MPનું દંપતી વિખૂટું પડી ગયું, પતિ બસમાં બેસી ગયો અને મહિલા મંદિરે પહોંચી ગઇ

રાજકોટ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પતિને જાણ કર્યા વગર મહિલા બસમાંથી નીચે ઉતરી અને બસ ઉપડી ગઇ

મૂળ એમ.પી.ના વતની અને હાલ રાજકોટમાં રહીને મજૂરીકામ કરતું દંપતી પોતાના લગ્ન બાદ પહેલીવાર પોતાના વતન જઈ રહ્યું હતું. બંને લોકો બસમાં જતા હતા. બસમાં બેઠા બાદ પતિ નાસ્તો લેવા માટે નીચે ઉતર્યો હતો. ત્યારબાદ મહિલા વોશરૂમ જવા માટે પોતાના પતિને જાણ કર્યા વગર બસમાંથી નીચે ઉતરી હતી.આ સમયગાળા દરમિયાન બસ ઉપડી જતા મહિલા બસ ચૂકી ગઇ હતી.

મહિલાએ ઘરે જવા માટે રિક્ષા કરી પરંતુ તેને પોતાના ઘરનું એડ્રેસ ખબર નહીં હોવાથી તે રસ્તામાં મંદિર આવતા તેને રિક્ષા ઊભી રખાવીને પોતે મંદિરે ઉતરી ગઇ હતી.મહિલા મંદિરે એકલી બેઠી હોવાની જાણ 181ની ટીમને થતા કાઉન્સિલર તૃપ્તિબેન પટેલ અને તેની ટીમ પહોંચી હતી. મહિલા સાથે વાતચીત કરી. યુવતીએ પોતાના પતિનો નબંર આપ્યો તે સ્વિચ ઓફ આવતો હતો. પરિવારજનોની શોધખોળ કરી મહિલાને તેના બહેનના ઘરે મૂકવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો