રાજકોટ જિલ્લામાં ઘણા અંતરિયાળ ગામોમાં પાણીની સમસ્યા ઉનાળામાં ઊભી થાય છે. જોકે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ દાવો કર્યો છે કે, જિલ્લાના તમામ ઘરોમાં પાણી માટે નળ કનેક્શન આપી દેવાયા છે અને એકપણ ઘર કનેક્શન વગરનું નથી. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ વિધાનસભામાં રાજકોટ જિલ્લામાં નલ સે જલ યોજનાની માહિતી આપતા કહ્યું હતું કે, રાજકોટમાં 100 ટકા નળજોડાણની કામગીરી પૂરી કરી દેવાઈ છે.
વડાપ્રધાને જલ જીવન મિશન અંતર્ગત 15 ઓગસ્ટ 2019માં જાહેરાત કરી હતી કે, 2024 સુધીમાં દેશના તમામ નાગરિકોના ઘરે ઘરે નળ કનેક્શન હશે જોકે રાજકોટમાં આ કામગીરી 2022માં પૂરી થઈ છે. જિલ્લાના તમામ 3,22,732 ઘરોમાં નળજોડાણ અપાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.