હળવાશના મૂડમાં:રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મીરાણી માટે મંત્રી રૈયાણીએ જન આશીર્વાદ યાત્રામાં ‘તેરે જૈસા યાર કહા, કહા ઐસા યારાના...’ ગીત ગાયું

રાજકોટ17 દિવસ પહેલા
રૈયાણીએ જન આશીર્વાદ યાત્રામાં મિત્ર માટે ગીત ગાયું.
  • રૈયાણી ગીત ગાતા એક મહિલાએ તેમના ઓવારણાં લીધા

રાજકોટ પૂર્વના ભાજપના ધારાસભ્ય અને તાજેતરમાં જ ગુજરાત મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના મંત્રી બનેલા અરવિંદ રૈયાણી આજે રાજકોટ આવ્યા છે. રાજકોટ ભાજપ દ્વારા તેનું ભવ્ય સાવ્ગત કરવામાં આવ્યું હતું. બાદમાં જન આશીર્વાદ યાત્રા યોજાઇ હતી. જેમાં રૈયાણીએ તેના મિત્ર અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી માટે ગીત ગાયું હતું. તેઓએ ‘તેરે જૈસા યાર કહા, કહા ઐસા યારના, યાદ કરેગી દુનિયા, તેરા મેરા અફસાના...’ ગીત ગાયું હતું.

મંત્રીએ ગીત ગાતા મહિલાએ ઓવારણાં લીધા
અરવિંદ રૈયાણી ખુલ્લી જીપમાં જન આશીર્વાદ યાત્રાએ નીકળ્યા હતા. ત્યારે તેની સાથે કમલેશ મીરાણી પણ જોડાયા હતા. બાદમાં એક જગ્યાએ અરવિંદ રૈયાણી નીચે ઉતર્યા હતા અને કમલેશ મિરાણી માટે આ ગીત ગાયુ હતું. ગીત ગાતા જ એક મહિલાએ તેના ઓવારણાં લીધા હતા. તેમજ ઉપસ્થિત લોકોએ તાળીઓનો ગડગડાટ કર્યો હતો. જન આશીર્વાદ યાત્રામાં રૈયાણી હળવાશના મૂડમાં જોવા મળ્યા હતા.

રૈયાણીનું રાજકોટમાં ભવ્ય સ્વાગત કરાયું હતું.
રૈયાણીનું રાજકોટમાં ભવ્ય સ્વાગત કરાયું હતું.

ભાજપના નેતાઓ યાત્રામાં જોડાયા
રાજ્યકક્ષાનાં મંત્રી બનેલા અરવિંદ રૈયાણીની પોતાના મતવિસ્તારમાં જન આશીર્વાદ યાત્રા યોજાઇ હતી. જેમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મેયર સહિતના પદાધિકારીઓ તેમજ શહેર ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા. ઢોલ નગારા, ફૂલહાર અને ફટાકડા ફોડી મંત્રી અરવિંદ રૈયાણીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અરવિંદ રૈયાણી ખુલ્લી જીપમાં જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...