તાપમાન:લઘુતમ તાપમાન બે ડિગ્રી ઊંચું ગયું, ભેજનું પ્રમાણ વધ્યું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટમાં લઘુતમ તાપમાન 23.1 ડિગ્રી થયું, રાત્રિમાં તાપમાન 28.8 થયું

રાજકોટમાં સોમવારે લઘુતમ તાપમાન બે ડિગ્રી વધ્યું હતું. આ સાથે જ લઘુતમ તાપમાનનો પારો 23.1 ડિગ્રીએ પહોંચ્યો હતો. આ ઉપરાંત સવારના ભાગે હવામાં ભેજનું પ્રમાણ વધ્યું હતું. જ્યારે રાત્રિના તાપમાનનો પારો 28.8 ડિગ્રીએ પહોંચ્યો હતો.

હવામાન ખાતાના જણાવ્યાનુસાર આગામી સપ્તાહથી ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ જશે. જોકે ઠંડી શરૂ થાય તે પહેલાં જ રાજકોટમાં દિવસનું તાપમાન 36 ડિગ્રીની ઉપર પહોંચી રહ્યું છે. જેથી સવારે અને રાત્રે ઠંડી તેમજ દિવસમાં ગરમી એમ બેવડી ઋતુ અનુભવાય છે. સૌરાષ્ટ્રમાં ઠંડીનો સૌથી નીચો પારો કેશોદમાં 17.4 ડિગ્રી રહ્યો હતો. આ સિવાય અમરેલી 18.2, ભાવનગર 21.2, દ્વારકા 23.4, ઓખા 24.8, પોરબંદર 19.4, વેરાવળ 21.3, દીવ 18.3, સુરેન્દ્રનગર 22.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન રાજકોટમાં જ સૌથી વધારે રહ્યું હતું.

હવામાં સવારે ભેજનું પ્રમાણ 67 ટકા રહ્યું હતું. રાત્રે પવનની ઝડપ 9.3 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી. રાત્રે પવનની દિશા નોર્થ વેસ્ટ તરફની રહી હતી. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી હજુ એક સપ્તાહ સુધી તાપમાનમાં કોઈ નોંધપાત્ર વધઘટ થશે નહિ. જ્યારે લઘુતમ તાપમાન 20થી 22 ડિગ્રીની વચ્ચે જ્યારે મહત્તમ તાપમાન 36 ડિગ્રી સુધી જળવાયેલું રહેશે.

અન્ય સમાચારો પણ છે...