વેધર:લઘુતમ તાપમાન 2 ડિગ્રી વધ્યું, ઠંડીનો પારો 17.30

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટમાં હજુ બે દિવસ તાપમાન ઊંચું રહેશે

રાજકોટમાં સોમવારે લઘુતમ તાપમાન 2 ડિગ્રી વધ્યું હતું અને આ સાથે જ ઠંડીનો પારો 17.3 ડિગ્રીએ પહોંચ્યો હતો. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ બે દિવસ તાપમાનનો પારો ઊંચો જ રહેશે. લઘુતમ તાપમાનની સાથેસાથે મહત્તમ તાપમાન પણ વધ્યું હતું. મહત્તમ તાપમાન વધતા દિવસમાં ગરમી જોવા મળી હતી.

હવામાન ખાતાના જણાવ્યાનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જોવા મળશે અને વાતાવરણ પલટાઈ શકે તેમજ કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની પણ સંભાવના છે. માવઠાની આગાહીને પગલે ખેડૂતો પોતાની જણસી પલળે નહિ તે માટેની તૈયારી કરી લીધી છે, તો બીજી બાજુ યાર્ડમાં પણ આ વખતે એકી સાથે મગફળી લાવવાને બદલે ટોકન સિસ્ટમ આધારિત મગફળી સ્વીકારવાની જાહેરાત કરવામાં આવી છે. સોમવારે હવામાં ભેજનું પ્રમાણ સવારના સમયે 88 ટકા રહ્યું હતું અને દિવસે આ પ્રમાણ ઘટીને 42 ટકા થયું હતું. જ્યારે પવનની ઝડપ 8 કિલોમીટર નોંધાઈ હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આવતીકાલથી નોંધાઈ તેવી સંભાવના છે. જેની અસરના ભાગ રૂપે બે દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે.

અન્ય સમાચારો પણ છે...