• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Minerals Department Raids Hirasar Airport In Rajkot, Reveals Illegal Excavation Of 359.42 Metric Tonne Building Limestone Minerals

નવા એરપોર્ટ એરિયામાં ખનીજ ચોરી:રાજકોટના હીરાસર એરપોર્ટ એરિયામાં ખનીજ વિભાગના દરોડા, 359.42 મેટ્રિક ટન બિલ્ડીંગ લાઇમ સ્ટોન ખનીજનું ગેરકાયદેસર ખોદકામ કર્યાનું ખુલ્યું

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • રોયલ્ટી ઇન્સ્પેકટરે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

રાજકોટ અમદાવાદ હાઇવે પર બામણબોર નજીક નવા બની રહેલા ઇન્ટરનેશનલ હીરાસર એરપોર્ટ એરિયામાં ગત 2 ડિસેમ્બરના રોજ ખનીજ ચોરી થતી હોવાની માહિતીને આધારે ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડો પાડતાં નાસભાગ મચી જવા પામી હતી.જ્યાં 359.42 મેટ્રિક ટન બિલ્ડીંગ લાઇમ સ્ટોન ખનીજનું ખોદકામ કર્યાનું ખુલ્યું છે.

ડીજીટલ મશીનરી અને ટ્રક કબ્જે
હાલ ખાણ ખનીજ વિભાગની ટીમે સ્થળ પરથી બેલા કાપવાની 4 ચકરી, ડીજીટલ મશીનરી અને ટ્રક સહિત કબ્જે કરી એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં જમા કરાવી ખનીજ વિભાગના અધિકારીએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ
પોલીસે આ મામલે ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના રોયલ્ટી ઇન્સ્પેકટર સંજયકુમાર સુંદરજીભાઇ બારૈયાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે માઇન્સ અને મિનરલ એકટ 1957ની કમલ 4(1), 4(1),(અ) તથા ગુજરાત મિનરલ્સ એકટ 2017 ના નિયમ 3 અને 12 ની જોગવાઇ મુજબ તથા આઇપીસી 379, 114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

પર્યાવરણને નુકસાન પહોંચાડી ચોરી કરી
ફરિયાદીએ ફરિયાદમાં જણાવાયું છે કે, ગત તા. 2 ડિસેમ્બર ના સાંજના છ વાગ્યા પહેલા આરોપીઓએ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ એરિયામાં ગેરકાયદેસર રીતે કોઇપણ જાતની પરવાનગી લીધા વગર ડિઝલ એન્જીનવાળી બે આડા તથા બે ઉભા વાઢ કરવાની ચાર ચકરીઓ સાથે જુદી જુદી જગ્યાએ ખાડાઓમાંથી કુલ 359.42 મેટ્રીક ટન બિલ્ડીંગ લાઇમ સ્ટોન ખનીજનું ખોદકામ કરી પર્યાવરણને નુકસાન પહોંચાડી ચોરી કરી હતી.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

બેલા કાપવાની ચકરીઓ મુકીને ભાગી ગયા
ખાણ-ખનીજ વિભાગના અધિકારી સંજય બારૈયા અને ટીમે હીરાસર ખાતે દરોડો પાડતાં ખોદકામ કરનારા બેલા કાપવાની ચકરીઓ મુકીને ભાગી ગયા હતાં. હાલ એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ જી. એમ. હડીયાની રાહબરીમાં પીએસઆઇ વી. સી. પરમાર તથા ટીમે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.