હુકમ:ખનીજચોરીની ફરિયાદમાં ખો નહીં આપી શકાય

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ જિલ્લા કલેક્ટરે બુધવારે પરિપત્ર જાહેર કરી ખનીજચોરી અટકાવવાની જવાબદારી નક્કી કરી છે. જોકે માત્ર જવાબદારી જ નક્કી નથી કરી પણ તેમાં અધિકારીઓની કામગીરીની નિંદા પણ કરી છે. જિલ્લામાં ખનીજચોરી અટકાવવા માટે માત્ર ખાણ ખનીજ વિભાગ જ નહિ પણ અન્ય વિભાગના અધિકારીઓ પણ સત્તા ધરાવે છે. જોકે આ કામગીરી કરવાને બદલે જ્યારે પણ ખનીજચોરીની ફરિયાદ ઉપલી કચેરીએ ફોરવર્ડ કરી દે છે.

આ મામલે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ પરિપત્ર કરીને જણાવ્યું છે કે, ‘ગેરકાયદે ખનીજ ખનન, વહન તથા સંગ્રહ બાબતની ફરિયાદો જે તે કાર્યક્ષેત્ર હેઠળનો વિવિધ ખાતાની કચેરીને મળે છે ત્યારે ફરિયાદ અરજી અંગે સરકારે આપેલી સત્તા હેઠળ તપાસ હાથ ધરી કાર્યવાહી કરવાને બદલે ખાણ ખનીજ ખાતાને અથવા કલેક્ટર કચેરીએ કાર્યવાહી કરવા માત્ર પત્ર લખી દેવાય છે. જે બિલકુલ ગેરવાજબી અને ગેર જવાબદારીપૂર્વકનું વલણ છે.

આમ ગેરકાયદે ખનન, વહન તથા સંગ્રહ પ્રવૃત્તિ ધ્યાને આવતા તેને સંલગ્ન અધિકારી દ્વારા તાત્કાલિક અટકાવી આગળની નિયમોનુસાર કાર્યવાહી માટે ખાણ-ખનીજ ખાતાને જાણ કરવા જણાવવામાં આવે તો બિન અધિકૃત પ્રવૃત્તિ અંકુશમાં લાવી શકાય. આમ પુખ્ત વિચારણાને અંતે રાજકોટ જિલ્લામાં ગેરકાયદે ખનીજ ખનન, વહન તથા સંગ્રહને નિયંત્રણમાં લાવવા અધિકારીઓની જવાબદારી નક્કી કરવા નીચે મુજબના હુકમ કરવામાં આવે છે. ’

અન્ય સમાચારો પણ છે...