ભાસ્કર એક્સક્લુઝિવ:ક્રિપ્ટોમાં મંદીના રોલરમાં સૌરાષ્ટ્રના રોકાણકારોના કરોડો ધોવાયા!

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વિશ્વાસની કટોકટી સર્જાઇ - વર્ષના પ્રારંભે રૂ.35 લાખની મૂલ્યના બિટકોઇનની કિંમત રૂ.16 લાખે અથડાઇ, અન્ય કરન્સીઓ પણ ગગડી
  • ક્રિપ્ટોમાં તકવાદીઓ સક્રિય, શોર્ટ સેલિંગ - બિયર ટ્રેપ ટ્રેન્ડ શરૂ થતા મોટી અફરાતફરીનાં એંધાણ

ક્રિપ્ટો કરન્સીમાં નિયમનની અટકળો વચ્ચે રોકાણકારોનો ગ્રાફ જેટ ગતિએ ઊંચકાઇ રહ્યો છે. છેલ્લા દસ દિવસમાં બિટકોઇન, ટેરાલૂના, ઇથેરિયમ સહિતની મુખ્ય ગણાતી કરન્સીઓમાં તોતિંગ કડાકાઓમાં સૌરાષ્ટ્રના રોકાણકારોએ કરોડો રૂપિયા ખોવાનો વારો આવ્યો છે.

ગુજરાતમાં ક્રિપ્ટો કરન્સીનું મુખ્ય એપિસેન્ટર મહદંશે સુરતને ગણવામાં આવે છે, જેના તાર ગુજરાતના અન્ય શહેરો અને સૌરાષ્ટ્ર સાથે પણ જોડાયેલા હોઇ, ટોકન લોન્ચ કરવાની ફિરાકમાં રોકાણકારોને આકર્ષવા માટે સૌરાષ્ટ્રના ટ્રેડર્સ દ્વારા શરૂ થયેલા પ્રયત્નોને આ મંદીના રોલરે મોટો આંચકો આપ્યો હોય તેવી પરિસ્થિતિ વચ્ચે આ મુદ્દો ક્રિપ્ટો ક્ષેત્રે ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. રૂ.35 લાખની કિંમત ધરાવતા બિટકોઇનનો ભાવ છેલ્લા કેટલાક દિવસોમાં રૂ.16 લાખ સુધીના નીચા મથાળે અથડાઇ જતા ગભરાટ ફેલાયો છે.

સૌથી વધુ આકર્ષણ બિટકોઇનનું છે. જેમાં 70 ટકા સુધીનો કડાકો બોલી ગયો છે. બિટકોઇન સાથે ઇથેરિયમ, ટેલાલૂના સહિતની કરન્સીઓમાં પણ ગાબડાં પડ્યા છે. બિટકોઇનનો ભાવ 20,000 ડોલરની અંદર પહોંચી ગયો છે. ગત નવેમ્બર-2021માં બિટકોઇનની કિંમત 69,000 ડોલરને પાર કરી ગઇ હતી! જો રોકાણકારે બિટકોઇનમાં તે ભાવે એક લાખ રૂપિયા રોકાણ કર્યું હોત તો તેનું રોકાણ અત્યારે રૂ.30 હજાર કરતા પણ ઓછું ગણાય!

બોગસ ક્રિપ્ટો એક્સચેન્જમાં રોકાણકારોએ નાણાં ગુમાવ્યા
બોગસ ડોમેઇન નેમ પર ચાલતી એન્ડ્રોઇડ આધારિત નકલી ક્રિપ્ટો એપ્લિકેશન્સ દ્વારા રોકાણકારોને ક્રિપ્ટોના નામે ચૂનો ચોપડવા તકવાદીઓ સક્રિય બન્યા છે. તાજેતરમાં એક સાયબર સિક્યોરિટી કંપનીએ એવો પણ ઘટસ્ફોટ કર્યો હતો કે, મહિલાઓને રોકી અજાણી વ્યક્તિઓને ટ્રેડિંગના નામે જાળમાં ફસાવવા આવે છે.

ક્રિપ્ટો કરન્સીની માર્કેટ કેપ છેલ્લા પંદર દિવસમાં 22 લાખ કરોડ રૂપિયાથી વધુ ધોવાઇ ગઇ છે !
ક્રિપ્ટો કરન્સીની માર્કેટ કેપ લગભગ 30,000 કરોડ ડોલર એટલે કે રૂ.22 લાખ કરોડથી વધુ ધોવાઇ ગઈ છે! 17 દિવસની અંદર, સૌથી મોટી ક્રિપ્ટો કરન્સી બિટકોઇન અને બીજા ક્રમની સૌથી મોટી કરન્સી ઇથેરિયમ 30 ટકાથી વધુ તૂટી છે. જેને લઇને ગભરાટ ફેલાઇ જવા પામ્યો છે.

રોકાણકારોમાં આંચકો, વિશ્વાસની કટોકટી
આંતરરાષ્ટ્રીય સ્તરે આઇડેન્ટિવાળા ટોકન લોન્ચ કરવાની ફિરાકમાં પોતાના ટોકનમાં વધુ રોકાણ થાય તેવા પ્રયત્નોમાં રાત્રીના મોડે સુધી અથવા તો મળસ્કે સુધી કામકાજો શરૂ કરનારા રોકાણકારો કમ ટ્રેડર્સને ક્રિપ્ટોમાં મંદીના કારણે મોટો આંચકો લાગ્યો છે. એક તબક્કે ભૂગર્ભમાં ઉતરી જવું, બૂચ મારી દેવું, ધાક-ધમકીઓ સહિતના મુદ્દાઓને લઇને વિશ્વાસની કટોકટી જેવો માહોલ સર્જાયો છે.

ક્રિપ્ટો કરન્સીમાં શોર્ટ સેલિંગ - બિયર ટ્રેપ ટ્રેન્ડ
ક્રિપ્ટો ક્ષેત્રે હાલ શોર્ટ સેલિંગને પગલે બિયર ટ્રેપનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. નિષ્ણાતો જણાવે છે કે, કોઇ પણ એક ટોકનને ટાર્ગેટ કરી તેમાં વેચવાલીનું દબાણ ઊભું કરવામાં આવે છે. વેચવાલીનો માહોલ સર્જાતા અન્ય ટ્રેડર્સ દ્વારા પણ વેચવાલી કે તેવો માહોલ ઊભો કરવામાં આવે છે, પરિણામે ભાવમાં ઘટાડો થાય છે. આ ગ્રૂપ કે જેને બિયર ટ્રેપ ઊભું કર્યું છે તે નીચા મથાળે ખરીદી કરવા સક્રિય બને છે!

અન્ય સમાચારો પણ છે...