કાર્યવાહી:રાજકોટમાં મનપાની ફૂડ શાખાના ચેકીંગમાં ખોડિયાર, રામેશ્વર અને જનતા ડેરીનું દૂધ નાપાસ, રૂ.75થી 1 લાખનો દંડ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગજાનન ડેરી ફાર્મને હાઈજિનિક કન્ડિશન અંગે નોટીસ ફટકારવામાં આવી - Divya Bhaskar
ગજાનન ડેરી ફાર્મને હાઈજિનિક કન્ડિશન અંગે નોટીસ ફટકારવામાં આવી
  • આજે આરોગ્યના દરોડા દરમિયાન વિઘ્નેશ્વરી પાન એન્ડ કોલ્ડ્રીંક્સમાંથી 12 લીટર વાસી કોલ્ડ્રીંક્સનો સ્થળ પર નાશ કરાયો
  • અનામ ઘૂઘરાને ખાઘ્ય તેલ ડિસ્પ્લે કરવા અંગે નોટીસ ફટાકરાઈ

રાજકોટમાં હાલ મનપાની આરોગ્ય શાખા દ્વારા દૈનિક ખાદ્યચીજોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જ્યાં થોડા દિવસ પહેલા ખોડિયાર, રામેશ્વર અને જનતા ડેરીમાંથી દૂધના નમૂના લેવાયા હતું. જે હાલ મિસ બ્રાન્ડ જાહેર થતા ઉત્પાદક યુનિટના માલિકો સહીત કુલ રૂા.1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે તો દાંડી નમકનો નમુનો પણ સબસ્ટાન્ડર્ડ જાહેર થતા વેપારી અને ઉત્પાદક પેઢીને રૂા.75 હજારનો દંડ કરવામાં આવેલ છે

રૂ.25 હજારની પેનલ્ટી વસુલ કરવામાં આવી
મનપા દ્વારા ઢોલરાનાં દુધના ફેરીયા, ધનજીભાઇ માટીયાનો મિક્ષ દુધનો નમુનો લેવામાં આવેલ. જે નાપાસ થતા રૂ.5 હજાર, ધવલભાઈ ગજેરા રામેશ્વર ડેરી ફાર્મ ઓમનગરમાંથી મિક્ષ દુધ લુઝનો નમુનો નાપાસ થતા રૂ.10 હજાર, હિંમતસિંહ ચાવડા જનતા ડેરી ફાર્મ રૈયા રોડ મેઇન રોડ પરથી પેસ્યુરાઇઝ કુલ ક્રીમ મિલ્કના પેકેટનો નમુનો મીસ બ્રાન્ડ જાહેર થતા રૂ.10 હજાર,જનતા મિલ્ક ફુડ પ્રોડકટ કુવાડવા રોડ પાસેથી રૂ.5 હજાર તેમજ ઉત્પાદક પેઢીનાં જવાબદાર ધર્મેન્દ્રસિંહ ચાવડા પાસેથી રૂ.25 હજારની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી

ભાવનગર રોડ પર ચેકીંગ ડ્રાઇવ યોજાઈ
ભાવનગર રોડ પર ચેકીંગ ડ્રાઇવ યોજાઈ

રૂ.50 હજારની પેનલ્ટી ભરવાનો હુકમ કરાયો
આ ઉપરાંત રાજાણી મોહીત અને જીગર તાજદીનભાઇ જી.ટી. સોલ્ટ સપ્લાયર્સ ભાવનગર રોડ પરથી દાંડી રિફાઇન કી ફલો આયોડાઇસ સોલ્ટના પેકેટનો નમુનો લેવામાં આવેલ. જેમાં સબ સ્ટાન્ડર્ડ આયોડીનનું પ્રમાણ ધારાધોરણ કરતા વધુ હોય રૂ.15 હજાર પેનલ્ટી તેમજ ઉત્પાદક ઇન્ડો બ્રાઇન ઇન્ડસ્ટ્રીઝ ભચાઉની પેઢીને રૂ.50 હજારની પેનલ્ટી ભરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

12 લીટર વાસી કોલ્ડ્રીંક્સનો નાશ
12 લીટર વાસી કોલ્ડ્રીંક્સનો નાશ

મીઠા માવાના નૂમના લેવાયા
આજે ભાવનગર રોડ પર 14 ધંધાર્થીને ત્યાં ચેકીંગ કરાતા ચાર વેપારીને નોટીસ આપવામાં આવી છે. ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ મીઠો માવો લુઝ, ગજાનન ડેરી ફાર્મ, ચુનારાવાડ ચોક, મિક્સ મિલ્ક, ગજાનન ડેરી ફાર્મ, ચુનારાવાડ ચોક ખાતેથી નમુના લેવામાં આવ્યા હતા.

12 લીટર વાસી કોલ્ડ્રીંક્સનો નાશ
શહેરના ભાવનગર રોડ પર આવેલ અરિહંત ફરસાણ - લાયસન્સ અંગે નોટીસ, અનામ ઘૂઘરા - ખાઘ્ય તેલનું ડિસ્પ્લે કરવા અંગે નોટીસ, ગજાનન ડેરી ફાર્મ - હાઈજિનિક કન્ડિશન અંગે નોટીસ, એન્જોય કોલ્ડ્રીંક્સ - હાઈજિનિક કન્ડિશન અંગે નોટીસ અપાઇ હતી તો વિઘ્નેશ્વરી પાન એન્ડ કોલ્ડ્રીંક્સમાંથી 12 લીટર એક્સપાઈરી કોલ્ડ્રીંક્સ મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો છે.

ચેકીંગ ડ્રાઇવ યોજાઈ
ભાવનગર રોડ પર શિવ શક્તિ લાઈવ પફ, પટેલ ડેરી ફાર્મ પ્રા. લી., ઇઝી બેકરી, બુરહાની ટ્રેડર્સ, ઠક્કર કાન્તીભાઈ ગોરધનભાઈ, ક્રિષ્ના ડેરી ફાર્મ, મારુતી ડેરી ફાર્મ, ઠાકર અમિચંદ ભગવાનજી, મનમંદિર કોલ્ડ્રીંક્સમાં ચેકીંગ ડ્રાઇવ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...