તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગાહી:રવિવારથી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભેજનું પ્રમાણ અને પવનની ગતિ સિસ્ટમ સક્રિય કરવા માટે ઉપયોગી

ગત એક સપ્તાહથી પણ વધુ સમય માટે વરસાદ ખેંચાતા ખેડૂતો અને લોકોને ઘણી તકલીફ પહોંચી હતી. ત્યારે હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ શહેર અને રાજ્યમાં રવિવારથી ચોમાસું ફરી સક્રિય થઇ રહ્યું છે અને આગામી 11 થી 13 જુલાઈ દરમિયાન વરસાદ પડવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસાને સક્રિય થવા માટે જે સાનુકૂળ પરિસ્થિતિ હોવી જોઈએ તે સ્પષ્ટ વર્તાઈ રહી છે. બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે જે સ્થિતિ જોવા મળી રહી છે તેને જોતા ચોમાસું આગામી બે દિવસમાં પૂર્ણતઃ સક્રિય થઇ જશે.

બીજી તરફ રવિવારના રોજ જો વરસાદ આવશે તો મહત્તમ તાપમાનમાં સીધો જ 2 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાશે. ત્યારે આગામી 24 કલાક બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટા-છવાયા વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી રહી છે. સામે હાલ જે હવામાં ભેજનું પ્રમાણ અને પવનની ગતિ જોવા મળી રહી છે તેને જોઈ સિસ્ટમ ફરી સક્રિય થઇ રહી હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.

આ તકે રાજકોટ શહેરનું ગુરુવારનું મહત્તમ તાપમાન સવારના સમયે 36.8 ડિગ્રી અને સાંજના સમયે 26.8 ડિગ્રી નોંધાયું હતું. સામે હવામાં ભેજનું પ્રમાણ સવારના સમયે 71 ટકા અને સાંજના સમયે 48 ટકા રહેવા પામ્યું હતું. બીજી તરફ હવાની ગતિ પણ સવારના સમયે 15 કિલોમીટર પ્રતિ કલાક અને સાંજના સમયે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ નોંધાઈ હતી.

હવામાં ભેજનું પ્રમાણ સતત વધતા બફારાની પણ અનુભૂતિ થઇ હતી. જ્યારે બપોરના સમયે પણ તાપમાન 36.4 ડિગ્રી જોવા મળ્યું હતું અને 24 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાયો હતો. જ્યારે બપોરના હવામાં ભેજનું પ્રમાણ પણ 39 ટકા જોવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...