સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત 70 પ્રોફેસરની ભરતી તારીખ 8 અને 9 જૂને થશે. કરાર આધારિત પ્રોફેસરો માટે આવેલી કુલ 485 અરજીમાંથી મેરિટ સ્કોર પ્રમાણે ટોપ સ્કોર ધરાવતા ઉમેદવારોને જ ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. આ ઈન્ટરવ્યૂ પ્રક્રિયામાં 80:20ના રેશિયો પ્રમાણે એટલે કે રિસર્ચ સ્કોરના 80 અને ઈન્ટરવ્યૂના 20 માર્કના આધારે મેરિટ બનાવવામાં આવશે અને આખરી પસંદગી થશે.
ઈન્ટરવ્યૂ પ્રક્રિયામાં ત્રણ વિષય નિષ્ણાત, એક ફેકલ્ટી ડીન, એક સરકારના પ્રતિનિધિ અને ભવનના વડા હાજર રહેશે. આ ઉપરાંત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય પણ પોતાના હોદ્દાના આધારે નહિ પરંતુ કુલપતિ નોમિની સભ્ય તરીકે હાજર રહેશે. ડો. ભરત રામાનુજે એચઓડીને માર્ક મુકવા દેવા કુલપતિને રજુઆત કરી હતી .
ફોર્મમાં અનુભવ ન માગ્યો, માર્ક કાપી લીધા : ઉમેદવારોને નુકસાન
યુનિવર્સિટીએ જ્યારે કરાર આધારિત ભરતી પ્રક્રિયાની જાહેરાત કરી ત્યારે અનુભવનો કોઈ આધાર જોડવા અંગે કોઈ જાણકારી આપી ન હતી. આ ઉપરાંત ભરતી ફોર્મમાં પણ અનુભવની વિગતો દર્શાવવા અંગેનું કોલમ આપેલું ન હતું પરંતુ ઉમેદવારોએ અરજી કરી દીધા બાદ અનેક ઉમેદવારોના અનુભવનું પ્રમાણપત્ર કે સર્ટિ. નહીં હોવાનું કારણ આપી માર્ક કાપી લીધા હતા. જેના લીધે અનેક ઉમેદવારો પાસે અનુભવ હોવા છતાં નુકસાન થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.