તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે દી’ પડશે આકરો તાપ:રાજકોટમાં પારો 42 ડિગ્રીએ પહોંચવાની શકયતા

રાજકોટ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બે દી’ પડશે આકરો તાપ: પારો 42 ડિગ્રીએ પહોંચવાની શકયતા

શહેર અને રાજ્યમાં હીટવેવ ફરી આવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ દક્ષિણ-પૂર્વ રાજસ્થાન પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા આગામી બે દિવસ તાપમાનનો પારો ઊંચો જઈ શકે છે, અને મહત્તમ તાપમાન ફરી 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જ્યારે મંગળવારથી બે દિવસ દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો પણ થવાની શક્યતા છે. ત્યારે રાજકોટનું શનિવારનું મહત્તમ તાપમાન 41.9 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ન્યુનતમ તાપમાન 22.6 ડિગ્રી નોંધાયું હતું અને લોકોએ ફરી ગરમીની અનુભૂતિ કરી હતી.

સવારના સમયે હવામાં ભેજનું પ્રમાણ 51 ટકા રહ્યું હતું અને સાંજના સમયે માત્ર 10 ટકા જ ભેજનું પ્રમાણ નોંધાયું હતું. આ તકે સતત હવાની ગતિમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે ત્યારે સવારે પવનની ગતિ 8 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી, જ્યારે સાંજે પણ 7 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી. મેદાની પવનના પગલે બપોરના સમયે લૂનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જેથી લોકોએ સાવચેત રહેવું એટલું જ જરૂરી છે.

હવામાન વિભાગ દ્વારા મળતી વધુ વિગતો મુજબ હાલ ઉત્તર-પશ્ચિમી પવન હોવાના પગલે લોકોને સવાર અને બપોરના સમયમાં ખૂબજ ગરમી સહન કરવી પડતી હોય છે, ત્યારે સાંજના સમયે સી બ્રિજ વહેતા લોકોને ઠંડકની પણ અનુભૂતિ થતી હોય છે, આ માત્ર સૌરાષ્ટ્ર પૂરતું જ સીમિત છે, જેનું એક માત્ર કારણ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠા વિસ્તાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો