રાજકોટમાં બુવધારે લઘુતમ તાપમાન 2 ડિગ્રી ઘટ્યું હતું. જેને કારણે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં બે જિલ્લામાં ઠંડીનો પારો 13 ડિગ્રીએ પહોંચ્યો હતો. જ્યારે મહત્તમ તાપમાન 25.1 ડિગ્રીથી લઈને 31 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજથી હવે ઠંડીનું પ્રમાણ વધશે.
સૌરાષ્ટ્રમાં સૌથી નીચું તાપમાન મહુવા અને કેશોદમાં 13 ડિગ્રી નજીક રહ્યું હતું. જ્યારે ઓખામાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમરેલીમાં 14.4, ભાવનગરમાં 15.4, દ્વારકા 19.4, પોરબંદર 16, વેરાવળ 18.6, સુરેન્દ્રનગર 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બે ડિગ્રી તાપમાન ઘટવાને કારણે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.
આજથી શનિવાર સુધી ઠંડીનું જોર રહેશે. હાલ સૌરાષ્ટ્રભરમાં ઠંડીનો પારો ડબલ ડિજિટમાં જોવા મળે છે. અત્યારે પવન નોર્થ વેસ્ટ તરફથી ફૂંકાઇ રહ્યો છે. રાજકોટમાં બુધવારે સવારે પવન 7 કિમીની ઝડપે ફૂંકાયો હતો. જ્યારે દિવસમાં પવનની ઝડપ વધીને 15 કિમી રહી હતી.
હિમાલયમાં હિમવર્ષાને કારણે ગુરુવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઠંડી વધવાની આગાહી છે. લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રી સુધી પહોંચી જવાની સંભાવના છે. જો કે, આ ઠંડી બેથી ત્રણ દિવસ રહેવાની શક્યતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.