પુનઃમિલન:રાજકોટમાં માનસિક અસ્વસ્થ યુવતી ઘરેથી નીકળી ગઈ, 181 અભયમે ફરી ઘરે પહોંચાડી પરિવાર સાથે મિલન કરાવ્યું

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
181ની ટીમે માનસિક અસ્વસ્થ યુવતીનું પરિવાર સાથે મિલન કરાવ્યું. - Divya Bhaskar
181ની ટીમે માનસિક અસ્વસ્થ યુવતીનું પરિવાર સાથે મિલન કરાવ્યું.

રાજકોટમાં માનસિક અસ્વસ્થ યુવતી ઘરેથી નિકળી ગઈ હતી. ત્યારે આ અંગેની જાણ 181ની ટીમને થતા દોડી જઈ યુવતીનું કાઉન્સેલિંગ કરી ઘરનું એડ્રેસ લઈ ફરી તેને ઘરે પહોંચાડી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. પરિવારે 181 અભયમ ટીમનો આભાર માન્યો હતો.

જાગૃત નાગરિકે 181 અભયમની જાણ કરી હતી
12 માર્ચના રોજ જાગૃત નાગરિક દ્વારા 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ આવ્યો હતો કે, બહેન રાત્રિના સમયમાં એકલા જતા હોય તેમને સરનામું પૂછતા કઈ જણાવતા નથી. સાંજના 6 વાગ્યાના અહીંયા બેઠા છે. કોઈ સામાન સાથે નથી માત્ર પણીની બોટલ છે. આથી યુવતીની મદદ માટે રાજકોટ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમને જાણ થતાં કાઉન્સિલર રાધિકાબેન, મહિલા એલઆરડી નેહલબેન અને પાઇલોટ મયુરભાઈ ફોન ઉપર જણાવેલ ઘટનાસ્થળ ઉપર જવા તત્કાલ રવાના થયા હતા.

યુવતીની ઉંમર 21 વર્ષ છે
સ્થળ પર પહોંચી 181 અભયમ ટીમે યુવતીનું કાઉન્સિલિંગ કરતા જણાવ્યું હતું કે, તે માતા-પિતાના ઘરેથી મામાના ઘરે જવા નીકળી હતી અને ત્યાં જવા માગે છે. જે હાલ ગોંડલ રહે છે. 181 ટીમે પીડિતા યુવતીને ઘરે સુરક્ષિત પોચાડીશું તેવો વિશ્વાસ અપાવ્યો હતો. ત્યારબાદ તેમની ઉંમર 21 વર્ષ જણાવી હતી. પિતાના ઘરનું સરનામું પૂછતા મોટા મવા વિસ્તારમાં સ્મશાનથી અંદર તેમનું ઘર છે તેમ જણાવ્યું હતું.

માનસિક બીમારીની દવા ચાલુ છે
181ની ટીમ તે સ્થળ પર જવા રવાના થતા પીડિતાનું ઘર મળી ગયું હતું. જ્યાં પહોંચતાની સાથે તેમના માતા-પિતા મળ્યા હતા. પરિવારના સભ્યો સાથે પરામર્શ કરતા વધુ માહિતી જાણવા મળી હતી કે, પીડિતા બહેનને માનસિક બીમારીની ની દવા ચાલુ છે. જે સમયસર લેતા નથી, આથી આવી રીતે ઘણીવાર ઘરેથી નીકળી જાય છે.

અન્ય સમાચારો પણ છે...