પોર્ન સાઈટથી વિકૃતિ વધી:મનોવિકૃત પુરુષો માનસિક અસ્થિર યુવતીઓને પોતાની હવસનો શિકાર બનાવે છે, મનોવિજ્ઞાન ભવનના સર્વેમાં ચોંકાવનારું સત્ય સામે આવ્યું

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર        - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર       
  • ગઈકાલે રાજકોટમાં માતા-પિતા વિહોણી માનસિક અસ્થિર યુવતીને સાચવવાના બહાને પાડોશીએ સગર્ભા બનાવી હોવાની ઘટના સામે આવી હતી
  • પોર્ન સાઈટ અને ગરમા ગરમ દ્રશ્ય સરળતાથી અવેલેબલ હોવાને કારણે જાતિય વિકૃતિઓ વધી છે: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ
  • માનસિક અસ્થિર લોકોને પોતાની વાસનાનો ભોગ બનાવનાર પોતે જ વિકૃત એટલે કે માનસિક બીમાર હોય છે: ડો.ધારા દોશી

રાજકોટ શહેરમાં ગઈકાલે માતા-પિતા વિહોણી માનસિક અસ્થિર યુવતીને સાચવવાના બહાને પાડોશીએ સગર્ભા બનાવી હોવાની ઘટના સામે આવી હતી. આ મુદ્દે મનોવિજ્ઞાન ભવનના સર્વેમાં ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે. જેમાં મનોવિકૃત પુરુષો માનસિક અસ્થિર યુવતીઓને પોતાની હવસનો શિકાર બનાવે છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણએ જણાવ્યું હતું કે,પોર્ન સાઈટ અને ગરમા ગરમ દ્રશ્ય સરળતાથી અવેલેબલ હોવાને કારણે જાતિય વિકૃતિઓ વધી છે. જાતિય ઉશ્કેરાટ સભર દ્રશ્યો જાત પરનું નિયંત્રણ ઓછું ધરાવતા લોકોને પાશવી બનાવી દેતા હોય છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા સર્વે કરવામાં આવ્યો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા સર્વે કરવામાં આવ્યો.

આવા લોકો સમાજ માટે એક ખતરો બની રહે છે
આ અંગે વધુમાં ડો.ધારા આર.દોશીએ જણાવ્યું હતું કે, માનસિક અસ્થિર લોકોને પોતાની વાસનાનો ભોગ બનાવનાર પોતે જ વિકૃત એટલે કે માનસિક બીમાર હોય છે. તાજેતરમાં અમુક કિસ્સાઓમાં જોવા મળે છે કે માનસિક અસ્થિર બાળકી, સગીરા, યુવતી કે સ્ત્રી પર બળાત્કાર કરી તેને ગર્ભવતી બનાવવી. એવી વ્યક્તિ જે પોતાના જાતીય વર્તન અને વિચારમાં નિયંત્રણ ન મૂકી શકે તે પોતાના તથા સમાજ માટે એક ખતરો બની રહે છે.

આ રોગની મનોવૈજ્ઞાનિક સમજ અને તેની અસરો
આવા મનોવિકૃત પુરુષો સતત જાતીય વર્તન વિશે વિચારો કરે છે. આ રોગને ઓબ્સેસીવ જાતીય વર્તન વિકૃતિ તરીકે ઓળખાવી શકાય. જેમાં વ્યક્તિ કોઈપણ વિચાર વગર બસ જાતીય સંબંધોને જ મહત્વ આપે છે. આ વિકૃતિની મનોવૈજ્ઞાનિક સમજ અને તેની અસરો વિશે મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો.ધારા આર.દોશીના માર્ગદર્શનમાં વિદ્યાર્થીની પઠાણ રેહાના દ્વારા સમજ આપવામાં આવી છે.

મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો.ધારા આર.દોશી અને વિદ્યાર્થીની રેહાના પઠાણ
મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો.ધારા આર.દોશી અને વિદ્યાર્થીની રેહાના પઠાણ

અનિવાર્ય જાતિય વર્તન વિકૃતિ- એક ગંભીર રોગ
અનિવાર્ય લૈંગિક વર્તણૂકને કેટલીકવાર અતિલૈંગિકતા, હાયપરસેક્સ્યુઆલિટી ડિસઓર્ડર અથવા જાતીય વ્યસન પણ કહેવામાં આવે છે. તે જાતીય કલ્પનાઓ, સંબધો અથવા વર્તન છે જે નિયંત્રિત કરવા મુશ્કેલ છે, આ પ્રકારની વિકૃતિ ધરાવનાર વ્યક્તિ પોતાની જાત સાથે અન્યને પણ નિષેધક અસરો કરે છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મનોવિકૃત વ્યક્તિ બળાત્કાર કરતા અચકાતી નથી
અનિવાર્ય જાતીય વર્તણૂકમાં સામાન્ય રીતે આનંદપ્રદ જાતીય અનુભવોની વિવિધતાનો સમાવેશ થાય છે. જેમ કે સાયબરસેક્સ, બહુવિધ જાતીય ભાગીદારો, પોર્નોગ્રાફીનો ઉપયોગ અથવા જાતીય સંબધો સ્થાપવા પૈસા આપવાનો સમાવેશ થાય છે. ઘણી વખત વ્યક્તિ માનસિક વિકલાંગ વ્યક્તિ સાથે પણ આ પ્રકારના જાતીય સંબધો બાંધતા કે તેના પર બળાત્કાર કરતા અચકાતી નથી. જ્યારે આ લૈંગિક વર્તણૂકો વ્યક્તિના જીવનમાં મુખ્ય કેન્દ્ર બની જાય છે, તેને નિયંત્રિત કરવું મુશ્કેલ હોય છે, અને વ્યક્તિને પોતાની માટે અથવા અન્ય લોકો માટે વિક્ષેપકારક અથવા હાનિકારક હોય છે, ત્યારે તેને અનિવાર્ય જાતીય વર્તન ગણવામાં આવે છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

અનિવાર્ય જાતિય વર્તનના લક્ષણો

  • વ્યક્તિને વારંવાર અને તીવ્ર જાતીય કલ્પનાઓ અને વિચારો આવ્યા કરતા હોય છે જે તેનો ઘણો સમય લે છે અને એવું લાગે છે કે વિચારો તેના નિયંત્રણની બહાર છે.
  • અમુક જાતીય વર્તણૂકો કરવા માટે પ્રેરિત થતા હોય છે અને જાતીય સંબધો બાંધ્યાં પછીથી તણાવમાંથી મુક્તિ અનુભવે છે.
  • જાતીય કલ્પનાઓ, વિચારો અથવા વર્તનને ઘટાડવા અથવા નિયંત્રિત કરવામાં અસફળ રહે છે.
  • પોતાની ઈચ્છાઓ પૂરી કરવા એક કરતાં વધુ પાર્ટનર સાથે સંબધો વિકસાવે છે.
  • અન્ય સમસ્યાઓ, જેમ કે એકલતા, હતાશા, ચિંતા અથવા તણાવથી બચવા માટે અનિવાર્ય જાતીય વર્તનનો ઉપયોગ કરતા જોવા મળે છે.
  • સ્વસ્થ અને સ્થિર સંબંધો સ્થાપિત કરવામાં અને જાળવવામાં મુશ્કેલી પડે છે.
  • પોતાના આ અંગત સ્વાર્થને સિદ્ધ કરવા કોઈપણ ઉંમરની વ્યક્તિ સાથે સંબધો વિકસિત કરી શકે.

કારણો

  • અયોગ્ય હોર્મોન્સ
  • બદલો લેવાની વૃત્તિ
  • મગજનો અયોગ્ય વિકાસ
  • આવેગિક સમસ્યાઓ
  • સંબંધોમાં સમસ્યાઓ
  • વ્યસન
  • વિકૃત આનંદ મેળવવાની ઘેલછા
  • પોર્નગ્રાફીની લત
  • નાનપણમાં પ્રેમનો અભાવ વગેરે
પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

જોખમી ઘટકો

  • અપરાધ, શરમ અને નિમ્ન આત્મસન્માનની લાગણીઓ સાથે સંઘર્ષ
  • અન્ય માનસિક સ્વાસ્થ્ય સ્થિતિઓ વિકસવી, જેમ કે હતાશા, આત્મહત્યા, ગંભીર તકલીફ અને ચિંતા
  • જીવનસાથી અને પરિવાર પ્રત્યે અવગણના અથવા જૂઠું બોલવુ અર્થપૂર્ણ સંબંધોને નુકસાન પહોંચાડે છે અથવા નાશ કરે છે
  • ધ્યાન ગુમાવી દેવું અથવા જાતીય પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવું અથવા કામ પર ઇન્ટરનેટ પોર્નોગ્રાફી શોધવી,નોકરીને જોખમમાં મુકવી.
  • એચ.આય.વી, હેપેટાઇટિસ અથવા અન્ય સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ચેપ લાગવો અથવા કોઈ બીજાને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ચેપ પહોંચાડી શકે
  • બિનઆરોગ્યપ્રદ પદાર્થોના ઉપયોગમાં વ્યસ્ત રહેવું, જેમ કે મનોરંજક દવાઓનો ઉપયોગ કરવો અથવા વધુ પડતો દારૂ પીવો
  • સામાજિક જવાબદારીઓથી ભાગવું વગેરે

નિદાન

  • શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર જાતિયતાના વિચારને કારણે નિષેધક અસર
  • જાતીય વિચારો, વર્તન અને મજબૂરીઓ કે જેને નિયંત્રિત કરવી મુશ્કેલ છે
  • મનોરંજક કે માદક દવાઓ અને દારૂનો ઉપયોગ
  • કુટુંબ, સંબંધો અને સામાજિક પરિસ્થિતિ માં કુસમાયોજન
  • જાતીય વર્તણૂકને કારણે સમસ્યાઓ
  • વિજાતીય પાત્રને જોઈને પોતાની જાત પર નિયંત્રણ ગુમાવવું
પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

અનિવાર્ય જાતીય વર્તન વિકૃતીનું નિવારણ

  • જાતીય વર્તણૂકની સમસ્યાઓ માટે વહેલી મદદ મેળવવી
  • માનસિક સ્વાસ્થ્ય વિકૃતિઓ માટે વહેલી સારવાર લેવી.
  • આલ્કોહોલ અને માદક દ્રવ્યોના દુરૂપયોગની સમસ્યાઓને ઓળખવી અને મદદ મેળવવી
  • જોખમી પરિસ્થિતિઓ ટાળવી.
  • જાત પર નિયંત્રણ મુકતા શીખવું
  • 'વર્ચ્યુઅલ એક્સપોઝર થેરાપી' અને 'ફૅન્ટેસી ડિસેન્સિટાઇઝેશન થેરાપી' આવા લોકો માટે મનોરોગ ચિકિત્સા શરૂ કરતાની સાથે જ અસરકારક સાબિત થાય છે.
  • પરિવારના સભ્યોનો ભાવનાત્મક ટેકો અને પ્રોત્સાહન ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી દર્દી હતાશા અને અકળામણની લાગણીમાંથી બહાર આવી શકે અને મનોરોગ ચિકિત્સા માટે યોગ્ય સહકાર આપી શકે.