તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌ.યુનિ.નો સ્ટડી કેસ:શહેરી વિસ્તારની સ્ત્રીઓમાં મેનોપોઝની સમસ્યા સૌથી વધુ, હોર્મોનમાં ફેરફાર થવાને કારણે ડિપ્રેશન અને તણાવ પણ પેદા થાય છે

રાજકોટ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની અને અધ્યાપકે ગાયનેક ડોક્ટર સાથે વાતચીત કર્યા બાદ ચોંકાવનારા તારણો સામે આવ્યા

મેનોપોઝ અર્થાત કોઈ સ્ત્રીને માસિક સ્રાવ ન આવે એવી સ્થિતિ. મેનોપોઝ થવાની સરેરાશ ઉંમર આશરે 45 થી 55 વર્ષની હોય છે પરંતુ ભારતમાં જોઈએ તો ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓમાં મેનોપોઝનો સમય લગભગ 45 થી 50ની વચ્ચેનો છે. જ્યારે શહેરી વિસ્તારની સ્ત્રીઓમાં 42થી 48ની વચ્ચે નો સમયગાળો છે. મેનોપોઝ બાદ સ્ત્રી ગર્ભવતી થઈ શકતી નથી. મેનોપોઝ દરમિયાન સ્ત્રી માસિક સ્ત્રાવ થતો નથી અને જો થાય તો પણ 3-4 મહિને એકાદ દિવસ માટે અને ખૂબ જ ઓછી માત્રા માં સ્રાવ થાય છે. મેનોપોઝ દરમિયાન સ્ત્રીઓમાં ઘણા માનસિક અને શારીરિક ફેરફાર થાય છે.આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ભટ્ટ કર્તવી અને અધ્યાપક ડો.ધારા આર. દોશીએ ગાયનેક ડોક્ટર સાથે વાતચીત કર્યા બાદ ચોંકાવનારા તારણો સામે આવ્યા છે.

મેનોપોઝમાં સ્ત્રીઓનો માસિક સ્રાવ બંધ થઈ જાય છે
મેનોપોઝ ના લક્ષણોને જીવનશૈલી, ખોરાક, શારીરિક કસરતો અને માનસિક સ્વાસ્થ્યની ઘણી અસર પડતી હોય છે. આ સિવાય ડો.કીર્તન વ્યાસ (ગાયનેકોલોજિસ્ટ અમદાવાદ) સાથેની વાતચીત દ્વારા જાણવા મળ્યું કે, મેનોપોઝના સામાન્ય લક્ષણોમાં સ્ત્રીઓનો માસિક સ્રાવ બંધ થઈ જાય છે, સ્ત્રીને ગરમી વધારે માત્રામાં થાય છે, વજનમાં ફેરફાર થાય છે, પરસેવો વળે છે, વાળ ખરે છે, સાંધાના દુઃખાવા થાય છે, મેનોપોઝ વખતે હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જાય છે અને ફ્રેકચર થવાની શક્યતા વધી જાય છે કારણ કે શરીરમાંથી એસ્ટ્રોજન નામનો હોર્મોન ઓછો થઈ જાય છે, પરિણામે હાડકાઓ નબળા પડી જાય છે.

મેનોપોઝની માનસિક અસર
એસ્ટ્રોજન નામનો હોર્મોન ઘટી જવાથી તેની મનોવૈજ્ઞાનિક અસર પણ થાય છે. તેની અસર યાદ શક્તિ પર પડે છે, શીખવાની અને સમજવાની ક્ષમતા ઘટી જાય છે, અનિંદ્રા, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી, ચિંતા, મનોદશા વિકૃતિ( આ સિવાય સ્ત્રી હોર્મોન માં પણ ફેરફાર થાય છે.ગાયનેક ડૉક્ટર બીનાબેન પરીખ સાથેની વાતચીત થી જાણવા મળ્યું કે, કેટલીક સ્ત્રીઓમાં અવ્યવસ્થિત ખોરાક, જીવનશૈલી કે હોર્મોનના કારણે ઘણી તકલીફો જોવા મળે છે જે ખાસ શહેરી સ્ત્રીઓમાં વધુ છે. શહેરી સ્ત્રીઓ જેટલી ડોક્ટર પાસે જાય છે તેટલી ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓ આવતી હોતી નથી.

અયોગ્ય શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય મેનોપોઝ માટે કારણભૂત
અમુક કિસ્સામાં 40 વર્ષ પહેલાં પણ મેનોપોઝ આવી જાય છે જેને પ્રીમેચયોર મેનોપોઝ કહેવાય છે. પ્રિમેચયોર મેનોપોઝના કિસ્સા શહેરી વિસ્તારની સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. તેનું કારણ અનિયમિત જીવનશૈલી, ખોરાક, અયોગ્ય શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તેમજ વાતાવરણ હોય શકે છે.શહેરની સ્ત્રીઓ ની જીવનશૈલી માં અનિયમિતતા વધારે જોવા મળે છે. ભોજનનો કે ઊંઘનો સમય, ભોજનનો પ્રકાર, વાતાવરણ, તણાવ વગેરે બાબતો શરીરની સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે જેથી મેનોપોઝના લક્ષણો તીવ્ર દેખાય છે અને લાંબો સમય ચાલે છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓની જીવનશૈલી, ભોજન, વાતાવરણ વગેરે નિયમિત હોવાથી મેનોપોઝના લક્ષણોની તીવ્રતા ઓછી જોવા મળે છે.

મેનોપોઝમાં ગ્રામ્ય અને સ્ત્રી વિસ્તારોમાં મનોવૈજ્ઞાનિક કારણોને લીધે શારીરિક લક્ષણોમાં ભિન્નતા
એક રીતે જોઈએ તો મેનોપોઝની સમસ્યાઓ દરેક સ્ત્રીઓ અનુભુવતી હોય છે પરંતુ ગ્રામ્ય વિસ્તારની તુલનાએ શહેરી વિસ્તારની સ્ત્રીઓ ને તકલીફ વધુ હોવાનું તારણ પણ મળી રહ્યું છે. શહેરી સ્ત્રીઓને હોર્મોન્સમાં પરિવર્તન, શારીરિક દુઃખાવો, મુડ ડિસઓર્ડર, ચીડિયાપણું, ભોજનમાં અરુચિ, શરીરમાં બદલાવ ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓની તુલનામાં વધુ જોવા મળે છે.

કોરોનાના ડરે મેનોપોઝ ઉપર પણ અસર કરી છે
કોરોનાના ભયની સ્ત્રીઓની જેમ માસિક ધર્મની સાયકલ.પર અસર કરી તેમ મેનોપોઝ ઉપર પણ ખૂબ અસર કરી છે. ભયને કારણે સ્ત્રીઓમાં આ સમયમાં માનસિક પરિવર્તન સાથે ડિપ્રેશન અને તણાવ પણ ઉમેરાયા છે. મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરતા જણાયું કે શહેરી સમાજની સ્ત્રીઓ મેનોપોઝ વખતે થતા પરિવર્તન વિશે ઘણું જાણતી હોય છે ને જેના કારણે ઘણી વખત તે શારીરિક તકલીફ ન હોવા છતાં પણ એ તકલીફો અનુભવતી હોય છે. બીજું કારણ તેની જીવનશૈલી પણ છે. ભોજન ની રીતો અને કામ કરવાની રીતો પણ શહેરી સમાજની સ્ત્રીઓના મેનોપોઝ સમય પર અસર કરે છે.

મેનોપોઝ વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

 • તીખું, તળેલું ભોજન ન કરવું
 • વજન ન ઉચકવું
 • વિટામિન, કેલ્શિયમ વાળો ખોરાક લેવો
 • ગમતું કાર્ય કરી તેમાં મન લગાડવું
 • ગમતા ફૂલો અથવા ગમતી સુગંધ લેવી જેથી મન પ્રફુલ્લિત રહે
 • યોગાસન પ્રાણાયમ કરવા
 • હળવી કસરત કરવી
 • સારા ગાયનેક ડોક્ટર ની મદદ લેવી
 • જરૂર પડ્યે સાયકોલોજીકલ સપોર્ટ મેળવવો
 • ઘરના સભ્યોએ મેનોપોઝ જે સ્ત્રીને શરૂ હોય તેનું ધ્યાન રાખી ખુશ રાખવાના પ્રયત્નો કરવા
અન્ય સમાચારો પણ છે...